કાલિન ભૈયાએ મુન્નાની ક્ષમતાને ઓળખવામાં ભૂલ કરી, પુત્રની ધાકના કારણે જ જીવ બચ્યો!

PC: economictimes.indiatimes.com

હિન્દી OTT પ્રેક્ષકોના મનપસંદ શોમાંના એક 'મિર્ઝાપુર'ની સીઝન 3 આવી ગઈ છે. એમેઝોન પ્રાઇમ પર ગયા શુક્રવારે રિલીઝ થયેલા આ શોને એક સપ્તાહ પૂર્ણ થયું છે. આ પહેલા અઠવાડિયે, છેલ્લી બે સિઝનના કારણે, 'મિર્ઝાપુર 3'ને ચોક્કસથી જબરદસ્ત દર્શકો મળ્યા, પરંતુ વિવેચકો તરફથી લોકોના પ્રતિભાવો દર્શાવે છે કે, આ વખતે લોકોને શો એટલો મજબૂત લાગ્યો નથી.

વાર્તાની ધીમી ગતિથી લઈને એક્શનના અભાવ સુધી, લોકો 'મિર્ઝાપુર 3'ના નબળા પ્રદર્શન માટે જુદા જુદા કારણો દર્શાવી રહ્યા છે. પરંતુ એક કારણ છે જેના પર બધા સહમત છે- મુન્ના ભૈયાનો અભાવ. 'મિર્ઝાપુર'ની વાર્તામાં અભિનેતા દિવ્યેન્દુ શર્માના પાત્ર મુન્ના ત્રિપાઠી ઉર્ફે મુન્ના ભૈયાનું અંતમાં મૃત્યુ થાય છે. દર્શકો માટે આ શોની સૌથી ચોંકાવનારી ક્ષણોમાંની એક હતી.

મુન્નાનો એક ફેમસ ડાયલોગ છે- 'જ્યારે તમે સક્ષમ હો અને લોકો તમારી ક્ષમતાને ઓળખતા ન હોય ત્યારે ઘણું દુઃખ થાય છે.' સિઝન 3માં મુન્ના ન હોવા છતાં, તેના પિતા કાલીન ભૈયા જે રીતે મૃત્યુમાંથી પાછા ફર્યા છે, મુન્નાની ક્ષમતા તેની સાથે ઘણો સંબંધ ધરાવે છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે...

'મિર્ઝાપુર 2'માં, ગુડ્ડુ દ્વારા જૌનપુરના બાહુબલી રતિશંકર શુક્લાની હત્યાએ શોની વાર્તામાં મોટા ફેરફારો કર્યા. રતિશંકરના પુત્ર શરદ શુક્લાને માત્ર જૌનપુરની ગાદી જ નહીં, પરંતુ મિર્ઝાપુર અને કાલિન ભૈયાની દુશ્મની પણ વારસામાં મળી હતી.

પરંતુ કાલીન ભૈયાના પુત્ર મુન્નાએ આ દુશ્મની પર યુદ્ધવિરામ લાદી દીધો હતો. શરદને મારવા ગયેલા મુન્નાએ, વર્ષો જૂની દુશ્મની ભૂલીને નવી ભાગીદારી અને મિત્રતાનો પાયો નાખ્યો હતો. જે શરદ સાથે મુનાએ દુશ્મનીનો અંત લાવ્યો હતો, તેણે જ ગુડ્ડુની ગોળીથી ઘાયલ થયેલા કાલીન ભૈયાને બચાવ્યો અને તેને બીજું જીવન આપ્યું.

માધુરી યાદવ સાથે મુન્નાના સંબંધો ત્યાર થી મજબૂત હતા, જ્યારે તે એક CMની પુત્રી હતી, તે ખુદ CM ન હતી. જ્યારે માધુરીએ કાલિન ભૈયાને બાજુ પર હટાવીને CM બની ત્યારે પણ મુન્ના તેની સાથે હતો. તે પણ પિતા વિરુદ્ધ જઈને. જ્યારે CM બનેલી માધુરીની કાલીન ભૈયા નિંદા કરી રહ્યા હતા, અને તેને તેના પરિવારથી અલગ કરી રહ્યા હતા, ત્યારે પણ મુન્નાએ તેની પત્નીનો નહીં પણ તેના પિતાનો જ વિરોધ કર્યો હતો.

આ બધી બાબતોએ માધુરીના મનમાં મુન્ના માટે સાચો પ્રેમ અને આદર પેદા કર્યો. જેના કારણે તે ત્રીજી સીઝનમાં ગુડ્ડુ પંડિતને ખતમ કરવા માંગે છે. તે કાલીન ભૈયાની પત્ની અને નાના પુત્ર માટે પણ એટલા માટે ઉભી છે, કારણ કે તે મુન્નાને પ્રેમ કરતી હતી.

ત્રીજી સીઝનમાં, તે બહાર આવ્યું છે કે શરદે ભલે મૃત્યુ પાસે પહોંચેલા કાલીન ભૈયાને બચાવ્યો, તેણે તેને પુરી સાર સંભાળ સાથે સીવાનમાં, દદ્દા ત્યાગી સાથે રાખ્યો હતો. અને વાર્તામાં આ ત્યાગીઓનું મિર્ઝાપુર કનેક્શન પણ મુન્નાથી જ આવ્યું હતું. તે મુન્નાએ જ ભરત ત્યાગી સાથે મિત્રતા કરી હતી, જે હવે તેના પિતાનો જીવ બચાવવા માટે કામમાં આવ્યો હતો, જેઓ હંમેશા મુન્નાને અયોગ્ય માનતા હતા.

મુન્ના ત્રિપાઠી ભલે કાલીન ભૈયાનો દીકરો હોય, પરંતુ તે તેના કરતાં પણ વધુ વિસ્ફોટક હતો. કાલીન ભૈયા માટે ખતરનાક બની ગયેલા ગુડ્ડુ પંડિતના ક્રેઝનો જવાબ જો કોઈ પાસે હોય તો માત્ર મુન્ના પાસે.

શરૂઆતથી જ ગુડ્ડુ એવા સ્વભાવનો વ્યક્તિ છે કે, તે પોતે પણ જાણતો નથી કે તે ક્યારે અને શું કરશે અને તેની સામે ઉભા રહેવા માટે પણ તે જ ગુણવત્તા જરૂરી છે. જે રમત રમતમાં લગ્નની જાનમાં વરને મારી નાખવાવાળા, જે પોતાના હાથથી તેના મિત્રનું ગળું કાપી નાખનારા અને જે કાલીન ભૈયા જેવા બાપની સામે તેની આંખમાં આંખ નાખીને વાત કરનારા મુન્ના કરતાં વધુ સારો વ્યવહાર કોઈ ગુડ્ડુ સાથે કરી શકે નહીં.

સીઝન 2માં, કાલીન ભૈયાએ મુન્નાને કહ્યું હતું કે, 'તું મારાથી જન્મ્યો છે, અને તું મને ન કહે કે તું કેટલો લાયક છે.' પરંતુ 'મિર્ઝાપુર 3' જોયા પછી દરેક દર્શક સહમત થશે કે, કદાચ માત્ર કાલીન ભૈયા જ નહીં પણ શોના લેખકો પણ મુન્નાની ક્ષમતાને સમજવામાં નિષ્ફળ ગયા છે. તદુપરાંત, મુન્નાએ લીધેલા સમજદારીભર્યા નિર્ણયોની અસરને કારણે જ કાલીન ભૈયા આજે જીવિત પણ છે.

આ પાત્રો, દિવ્યેન્દુ શર્માની સિગ્નેચર ડાર્ક હ્યુમર સાથે, 'મિર્ઝાપુર'ની વાર્તાનો તે ભાગ હતા જ્યાંથી મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું. અને ત્રીજી સીઝનમાં મુન્ના ત્રિપાઠીની ગેરહાજરીએ શોના 'ભૌકાલ' સ્તરને પાતળું કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp