કલ્કિની 200 કરોડ ક્લબમાં એન્ટ્રી, આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

PC: twitter.com

અમિતાભ બચ્ચન અને પ્રભાસ સ્ટારર કલ્કિ ફિલ્મ બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મ 2024ના વર્ષની હાઇએસ્ટ ગ્રોસિંગ હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે અગીયારમાં દિવસે 200 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મની આવક દિવસે ને દિવસે વધી રહી છે. શનિવારે ફિલ્મે 17.50 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ Kalki 2898 AD ભગવાન વિષ્ણુના એક આધુનિક અવતારની આસપાસ ફરે છે, જે દુનિયાને ખરાબ તાકતોથી બચાવવા માટે પૃથ્વી પર અવતરિત થયા છે. Kalki 2898 ADનો પહેલો શૉ અમેરિકન થિયેટરમાં ચાલ્યો, જેને જોઈને ફેન્સ ગદગદ થઈ ગયા. ફેન્સ પ્રભાસવા જ નહીં, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની એક્ટિંગના ભરપેટ વખાણ કરી રહ્યા છે. પ્રીમિયર બાદ ફિલ્મનું રિવ્યૂ શેર કરતા એક યુઝરે X પર લખ્યું કે, ‘ફર્સ્ટ હાફ જબરદસ્ત. એક એક સીન અને સેટઅપમાં કંઈક એવું છે, જે ભારતીય સિનેમામાં દેખાયું નથી. એક રસપ્રદ કહાની સાથે જે મનોરમ છે. કહાનીને શાનદાર રીતે દેખાડવામાં આવી છે. પ્રભાસનો રોલ મજેદાર છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, પ્રભાસ અને નાગ અશ્વિને ઇતિહાસ રચી દીધો છે! તમે આ વાતને ફિલ્મની પહેલી 30 મિનિટમાં જ અનુભવી લેશો. અન્ય એક યુઝરે પોસ્ટ કરી કે, ‘ફિલ્મ ઇન્ટરવલ પહેલાંની 30 મિનિટ એ કહેવા માટે પૂરતી છે કે # Kalki2898AD ન માત્ર હિટ છે, એ નિશ્ચિત રૂપે બ્લોકબસ્ટર છે. એક ઇન્ટરનેશનલ ફિલ્મ પત્રકારે X પર પોતાની સમીક્ષા શેર કરતા કહ્યું કે, Kalki 2898 AD આઉટસ્ટેન્ડિંગ છે. એક દર્શકના રૂપમાં શાનદાર વિજ્ઞાન ફાઈ અનુભવ. તેમાં થોડું બ્લેડ રનર અને મેડ મેક્સ પણ હતું.

તેણે આગળ લખ્યું કે, પ્રભાસ વર્સિસ બીગ બીનું ફાઇટ સીન મહાકાવ્ય હતું અને દીપકા અને દિશા એટલી સુંદર હતી કે તેમણે મારા હોશ ઉડાવી દીધા. ‘એવડે સુબ્રમણ્યમ’ અને ‘મહાનતી’ બાદ Kalki 2898 AD નાગ અશ્વિનની ત્રીજી ફિલ્મ છે. પ્રભાસે ફિલ્મમાં ‘ભૈરવ નામના એક ઇનામી શિકારીનો રોલ નિભાવ્યો છે, જ્યારે કીર્તિ સુરેશે તેના AI ડ્રોઇડ સાઇડકીક બુજ્જી (BU-JZ-1ના રૂપમાં શૈલીબદ્ધ)ને અવાજ આપ્યો છે. Kalki 2898 AD આ વર્ષની સૌથી મોટી ભારતીય ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp