Kalki 2898 ADનું ટ્રેલર રીલિઝ, પ્રભાસ-દીપિકા અને અમિતાભ લાવી રહ્યા છે એક નવો યુગ

અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણના ફેન્સ માટે સારા સમાચાર છે. ડિરેક્ટર નાગ અશ્વિનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Kalki 2898 ADનું ટ્રેલર અંતે રીલિઝ થઈ ગયું છે. ટ્રેલર ફેન્સની આશાઓ પર ખરું ઉતર્યું છે. ટ્રેલર એટલું જ ભવ્ય છે, જેટલી આશા આ ફિલ્મના ટીઝર માટે લગાવવામાં આવી હતી. ટ્રેલરની ખાસ વાત એ છે કે, નાગ અશ્વિને ન માત્ર મહાભારતને ભવિષ્યના દૃષ્ટિકોણથી ફરી કલ્પિત કર્યું, પરંતુ તેમાં એક ડાયસ્ટોપિયન ટચ જોડીને તેને કંઈક એવું બનાવી દીધું છે, જેણે ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે.

ટ્રેલરની શરૂઆત કાશીથી થાય છે, જે પર્વતની ટોચ પર ઉપસ્થિત એક એવું શહેર છે, જે ટેક્નિક સાથે સાથે બધી સુવિધઓથી લેસ છે. ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે કે તમામ લોકો આ શહેરની ટોચ પર જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. લોકોને આશા છે કે ત્યાંના રાજા, જેનો રોલ શાશ્વત ચેટર્જીએ કર્યો છે, ખૂબ શક્તિશાળી છે અને તે જ છે જે બધાની મદદ કરી શકે છે. ટ્રેલર જેવું આગળ વધે છે, ખબર પડે છે કે એક બાળકનો જન્મ થવાનો છે, જે એ રાજાનો તખ્તાપલટ કરશે અને જેના આવ્યા બાદ એક નવા યુગની શરૂઆત થશે.

અહી બેબી બમ્પમાં દીપિકા પાદુકોણને દેખાડવામાં આવે છે, જેના ખોળામાં એ બાળક મોટું થઈ રહ્યું છે જે ભવિષ્ય બદલશે. ટ્રેલર બતાવી રહ્યું છે કે રાજા આ બાળકને પોતાના માટે એક મોટા પડકારની જેમ જોઈ રહ્યો છે અને તે આ બાળકને કોઈ પણ સ્થિતિમાં મારવા માગે છે. ટ્રેલરે ફિલ્મમાં પ્રભાસ બાબતે પણ ઘણી વાતો સ્પષ્ટ કરી દીધી છે. ભૈરવ બનેલા પ્રભાસને એક એવી વ્યક્તિના રૂપમાં જોવામાં આવી રહ્યો છે જે ખૂબ તાકતવાન છે અને તેને કોઇ હરાવી નહીં શકે.

ટ્રેલરમાં તે ખૂબ ગર્વથી રાજાને એ વાત કહે છે કે માત્ર તે જ છે દે દીપિકા બાબતે જાણે છે અને તેને લાવી શકે છે કેમ કે દીપિકાના ગર્ભમાં એક નવા યુગનું નિર્માણ થઈ રહ્યું છે. અશ્વત્થામા બનેલા અમિતાભ તેને બચાવવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. પ્રભાસ દીપિકાને લાવી શકે છે? અશ્વત્થામા રાજાના જોખમોથી દીપિકા અને તેના થનાર બાળકને બચાવી શકે છે કે નહીં? એ તો ફિલ્મ જ બતાવશે.

જે પ્રકારનું Kalki 2898 ADનું ટ્રેલર છે અને જે પ્રકારે તેમાં ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલું તો નક્કી છે કે લાંબા સમય બાદ દર્શકોને કંઈક એવું જોવા મળશે, જેને તેમણે અત્યાર સુધી માત્ર હોલિવુડમાં જ જોયું છે. ટેક્નિકને Kalki 2898 ADનું મહત્ત્વનો પક્ષ કહી શકાય છે. જે પ્રકારે આ ફિલ્મને બનાવવા માટે AI સિવાય ગ્રાફિક્સ અને VFXનો ઉપયોગ થયો છે. એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે બોલિવુડે દર્શકોની નસ પકડી લીધી છે. બોલિવુડ સમજી ચૂક્યું છે કે દર્શકોની ટિકિટ વિન્ડો સુધી લાવવા માટે કયા પૈતરાનો ઉપયોગ કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp