‘કલ્કિ 2898 AD’ ફિલ્મનો બોક્સ ઓફિસ પર રેકોર્ડ, જાણો પહેલા દિવસની કમાણી

PC: facebook.com/TaranAdarshOfficial

પ્રભાસની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ કલ્કિ ફાઈનલી રીલિઝ થઈ ગઈ છે અને બોક્સ ઓફિસ પર તેને રેકોર્ડ બનાવવાના પણ શરૂ કરી દીધા છે. ફિલ્મને અમુક લોકો બહુ જબરદસ્ત કહી રહ્યા છે તો અમુક ફિલ્મને એવરેજ કહી રહ્યા છે, પણ થિએટરમાં આ ફિલ્મનો ક્રેઝ જોતા ફિલ્મ અનેક કીર્તિમાન સ્થાપિત કરશે તે પાક્કું છે. ફિલિ્મ ગુરુવારે રીલિઝ થઈ હતી અને 2024ની હિન્દી વર્ઝનની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે ભારતમાં 22.50 કરોડની કમાણી કરી લીધી છે. આ કમાણી ફક્ત હિન્દી વર્ઝનની છે અને જો તમામ ભાષાની વાત કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે 191.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

વર્ષ 2023ની અંતિમ ફિલ્મ ‘સાલાર’થી પ્રભાસે એ સાબિત કરી દીધું કે તે એક્શન કિંગ છે અને તેમાં કોઈ શંકા નથી. ‘સાલાર’ની રીલિઝ બાદથી લોકો સૌથી વધુ જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા એ નાગ અશ્વિન દ્વારા ડિરેકટેડ સાયન્સ ફિક્શન ડાયસ્ટોપિયન ફિલ્મ ‘Kalki 2898 AD’ છે. મલ્ટીસ્ટાર આ ફિલ્મમાં પ્રભાસ સાથે સાઉથ કિંગ કમલ હાસન, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ નજરે પડી રહ્યા છે. ફિલ્મ આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે, ત્યારબાદ ફિલ્મને લઈને હવે રિવ્યૂ પણ સામે આવવા લાગ્યા છે. ફિલ્મને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ Kalki 2898 AD ભગવાન વિષ્ણુના એક આધુનિક અવતારની આસપાસ ફરે છે, જે દુનિયાને ખરાબ તાકતોથી બચાવવા માટે પૃથ્વી પર અવતરિત થયા છે. Kalki 2898 ADનો પહેલો શૉ અમેરિકન થિયેટરમાં ચાલ્યો, જેને જોઈને ફેન્સ ગદગદ થઈ ગયા. ફેન્સ પ્રભાસવા જ નહીં, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની એક્ટિંગના ભરપેટ વખાણ કરી રહ્યા છે. પ્રીમિયર બાદ ફિલ્મનું રિવ્યૂ શેર કરતા એક યુઝરે X પર લખ્યું કે, ‘ફર્સ્ટ હાફ જબરદસ્ત. એક એક સીન અને સેટઅપમાં કંઈક એવું છે, જે ભારતીય સિનેમામાં દેખાયું નથી. એક રસપ્રદ કહાની સાથે જે મનોરમ છે. કહાનીને શાનદાર રીતે દેખાડવામાં આવી છે. પ્રભાસનો રોલ મજેદાર છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, પ્રભાસ અને નાગ અશ્વિને ઇતિહાસ રચી દીધો છે! તમે આ વાતને ફિલ્મની પહેલી 30 મિનિટમાં જ અનુભવી લેશો. અન્ય એક યુઝરે પોસ્ટ કરી કે, ‘ફિલ્મ ઇન્ટરવલ પહેલાંની 30 મિનિટ એ કહેવા માટે પૂરતી છે કે # Kalki2898AD ન માત્ર હિટ છે, એ નિશ્ચિત રૂપે બ્લોકબસ્ટર છે. એક ઇન્ટરનેશનલ ફિલ્મ પત્રકારે X પર પોતાની સમીક્ષા શેર કરતા કહ્યું કે, Kalki 2898 AD આઉટસ્ટેન્ડિંગ છે. એક દર્શકના રૂપમાં શાનદાર વિજ્ઞાન ફાઈ અનુભવ. તેમાં થોડું બ્લેડ રનર અને મેડ મેક્સ પણ હતું.

તેણે આગળ લખ્યું કે, પ્રભાસ વર્સિસ અમિતાભ બચ્ચનનું ફાઇટ સીન મહાકાવ્ય હતું અને દીપકા અને દિશા એટલી સુંદર હતી કે તેમણે મારા હોશ ઉડાવી દીધા. ‘એવડે સુબ્રમણ્યમ’ અને ‘મહાનતી’ બાદ Kalki 2898 AD નાગ અશ્વિનની ત્રીજી ફિલ્મ છે. પ્રભાસે ફિલ્મમાં ‘ભૈરવ નામના એક ઇનામી શિકારીનો રોલ નિભાવ્યો છે, જ્યારે કીર્તિ સુરેશે તેના AI ડ્રોઇડ સાઇડકીક બુજ્જી (BU-JZ-1ના રૂપમાં શૈલીબદ્ધ)ને અવાજ આપ્યો છે. Kalki 2898 AD આ વર્ષની સૌથી મોટી ભારતીય ફિલ્મ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp