ફિલ્મમાં બાણથી વાઘનો શિકાર કરતી કંગના રાવણને મારવા એક બાણ ન ચલાવી શકી, જુઓ Video

PC: wolf777news.com

કંગના રનૌતે ઈતિહાસ રચ્યો, તે નવી દિલ્હીમાં લવ કુશ રામલીલામાં રાવણ દહન કરનાર પ્રથમ મહિલા બની, પરંતુ આ દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. દશેરાના અવસર પર કંગના તેની બહેન રંગોલી ચંદેલ સાથે દેશની રાજધાનીની પ્રખ્યાત રામલીલામાંથી એક 'લવ કુશ રામલીલા'ના મંચ પર પહોંચી હતી. આ દરમિયાન દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) VK સક્સેના પણ તેમની સાથે મંચ પર જોડાયા હતા.

 

કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ 'તેજસ'માં જોવા મળશે, આ દિવસોમાં તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. કંગના રાવણ દહન માટે લવ કુશ રામલીલામાં પહોંચી હતી. આ ઈતિહાસ બની ગયો, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું, જેને જોઈને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

 

જ્યારે કંગના રનૌત રામલીલાના મંચ પર પહોંચી ત્યારે તેણે 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા. અત્યાર સુધી બધું બરાબર હતું, પરંતુ જેવું તેણે ધનુષ્ય અને તીર ઉપાડ્યું કે, તરત જ તે લોકોની મજાકને પાત્ર બની ગઈ. હકીકતમાં, તે ધનુષ અને તીર યોગ્ય રીતે ચલાવી શકી નહોતી. આ માટે ટ્રોલર્સે તેને નિશાન બનાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

રામલીલામાં રાવણના દહન પાછી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કંગના હાથમાં ધનુષ્ય પકડીને રાવણના પૂતળા તરફ તીર ચલાવવામાં નિષ્ફળ જઈ રહી છે. તીર વારંવાર તેના હાથમાંથી નીચે પડી રહ્યું હતું, તેની આસપાસ ઉભેલા લોકોએ તેની મદદ કરી, પરંતુ ત્રણ વખત પ્રયાસ કરવા છતાં પણ તે તીર બરાબર ચલાવી શકી નહોતી. અંતે, લવ કુશ રામલીલા સમિતિના સભ્યોની મદદથી, કંગના તીર મારવામાં સફળ રહી.

આ વીડિયો વાયરલ થયા પાછી લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'જો તમે સ્ટેજ પર આવતા પહેલા થોડી પ્રેક્ટિસ કરી હોત તો આવું ન થાત.' અન્ય એકે કહ્યું, 'બોલિવૂડની સ્ટંટ/એક્શન ક્વીન હોવાને કારણે આવું થવું શરમજનક છે'. જ્યારે, એકે લખ્યું, 'તે તો મણિકર્ણિકાની ઝાંસી કી રાની હતી ને...' બીજાએ કહ્યું, 'હું કલ્પના કરી શકતો નથી કે, તે સમયે કંગનાને કેવા પ્રકારની ચિંતા, અકળામણ અનુભવાઈ હશે.'

આ દરમિયાન KRKએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો એક વીડિયો શેર કરીને તેની મજાક ઉડાવી છે. વીડિયોમાં કંગનાનું તીર નિશાન તરફ જવાને બદલે ધનુષમાંથી પડી જતું જોવા મળી રહ્યું છે. KRKએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ગઈ કાલે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનનો છે, જ્યાં કંગનાએ રાવણનું પૂતળું બાળ્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કંગનાએ રાવણને મારવા માટે ધનુષમાંથી તીર છોડ્યું પરંતુ તે ત્યાં જ પડી ગયું. એટલે કે કંગના ધનુષ અને તીરનો ઉપયોગ કરી શકતી ન હતી. આ વીડિયો શેર કરતી વખતે KRKએ કેપ્શનમાં લખ્યું કે, 'વાહ.. કંગના જીએ રાવણ પર શું જોરદાર નિશાન લગાવ્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp