કંગના રણૌતે આમીર ખાનને કહ્યો 'ગરીબ', કહ્યું, 'મારી સામે કોઈ ટકી શકતું નથી તો...'

PC: aajtak.in

કંગના રનૌત માટે એક પણ દિવસ એવો નથી જતો, જે દિવસે અભિનેત્રી કોઈની સાથે બાખડી પડી ન હોય. પોતાની આદતથી મજબૂર કંગના રનૌતનાં નિશાન પર હવે આમિર ખાન આવી ગયો છે અને તેણે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને 'બિચારો' કહી દીધો છે. આમિર ખાનની સાથે સાથે કંગનાએ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પર પણ નિશાન સાધ્યું હતું.

બન્યું એવું કે, આમિર ખાને તાજેતરમાં નવલકથાકાર અને કટારલેખક શોભા ડેના નવા પુસ્તક 'ઇન્સેએટેબલ- માય હંગર ફોર લાઇફ'ના પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન, તેને પૂછવામાં આવ્યું કે, શોભા ડેના રોલ માટે કઈ અભિનેત્રી યોગ્ય રહેશે. આમિરે અભિનેત્રી આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને પસંદ કરી. આ પછી શોભા ડેએ તેને યાદ કરાવ્યું કે, તે કંગના રનૌતને ભૂલી ગયો છે. પછી આમિરે તેને એક મજબૂત અભિનેત્રી ગણાવી અને તે પણ આ રોલમાં ફિટ થશે તેવી સંમતિ આપી હતી.

કંગનાનું નામ આવે અને તે પ્રતિક્રિયા ન આપે, શું આવું થઈ શકે? તો કંગનાએ તેના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરીને પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, 'બિચારો, આમિર ખાન... હા હા તેણે એવો અભિનય કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે, તેને ખબર નથી કે માત્ર હું જ ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છું, જેનો તેણે ઉલ્લેખ કર્યો છે તેમાંથી એક પણ અભિનેત્રી નથી... આભાર. શોભા ડે જી મને તમારી ભૂમિકા ભજવવી ગમશે.'

તેણે વધુમાં ઉમેર્યું, 'શોભા જી અને મારા રાજકીય વિચારોમાં મતભેદ છે, પરંતુ તેમ છતાં તેમણે મારી કળા, મહેનત અને સમર્પણનું સન્માન કર્યું...' તમારા નવા પુસ્તક માટે તમને અનેક શુભેચ્છાઓ. માફ કરશો, મારી પાસે પહેલેથી જ ચાર રાષ્ટ્રીય પુરસ્કારો અને એક પદ્મ શ્રી પણ છે.. મારા ચાહકોએ મને યાદ કરાવ્યું કે, મને એ પણ યાદ નથી કે મારી પાસે કેટલા એવોર્ડ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp