મિસ્ટ્રીમેન પર કંગનાએ તોડ્યું મૌન, લોકોને જણાવ્યું કે શું છે તેની સાથે સંબંધ
બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતનું નામ એ એક્ટ્રેસિસની લિસ્ટમાં સામેલ છે, જે મોટા ભાગે કોઈક ને કોઈક કારણે ચર્ચામાં છવાયેલી રહી છે. ક્યારેક તે નીડર અંદાજના કારણે લાઇમલાઇટમાં રહે છે. તો ક્યારેક પોતાની ફિલ્મોમાં કારણે ચર્ચામાં છવાઈ રહે છે. જો કે, હાલમાં કંગના એક મિસ્ટ્રીમેનને લઈને લાઇમલાઇટમાં બનેલી છે. ગત દિવસોમાં કંગના રણૌત એક મિસ્ટ્રીમેન સાથે સ્પોટ થઈ હતી. આ દરમિયાન તે મિસ્ટ્રી મેનનો હાથ પકડીને સલૂન બહાર આવતી નજરે પડી હતી, તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આ તસવીરો વાયરલ થયા બાદ લોકો કંગના રણૌતના ડેટિંગ રયુમર્સને લઈને ખૂબ અનુમાન લગાવ્યા હતા. તો હવે આ સમાચારો પર એક્ટ્રેસ કંગના રણૌતે મૌન તોડ્યું છે. કંગના રણૌતે હાલમાં જ મિસ્ટ્રીમેન સાથે પોતાના ડેટિંગ રયુમર્સના સમાચારો પર રીએક્શન આપતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસે લખ્યું કે, 'મને મિસ્ટ્રીમેનને લઈને ઘણા બધા કોલ્સ અને મેસેજ આવી રહ્યા છે. જેની સાથે હું મોટા ભાગે સલૂન બહાર હેંગ આઉટ કરું છું.
આખું બોલિવુડ અને ફિલ્મી મીડિયા ફેન્ટેસીમાં ડૂબી ગયું છે. એક છોકરો અને છોકરી સેક્સુઅલ કારણો વિના રોડ પર સાથે ઘણા કારણે ફરી શકે છે. તેણે આગળ કહ્યું કે, જે સાથે કામ કરે છે, મિત્ર હોય શકે છે, કલીગ પણ હોય શકે છે, ભાઈ-બહેન પણ હોય શકે છે કે સિમ્પલી એક હેરસ્ટ્રાઇલિસ્ટ પણ હોય શકે છે જે વર્ષોથી સાથે કામ કરતો રહ્યો હોય અને મિત્ર બની ગયો હોય. કંગના રણૌતની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી હવે એન્ટરટેનમેન્ટ ન્યૂઝની દુનિયામાં છવાઈ છે.
તો કંગનાની આ પોસ્ટ બાદ એ લોકોના મોઢા પણ બંધ થઈ ગયા છે જે તેની ડેટિંગને લઈને જાત જાતની વાતો કરી રહ્યા હતા. તો કંગના રણૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ પોતાની ફિલ્મ 'ઇમરજન્સી'માં નજરે પડવાની છે. જેમાં કંગના રણૌત ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવી રહી છે. એ સિવાય 'સીતા ધ ઇનકારનેશન'ને લઈને પણ લાઇમલાઇટમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp