7 કિલો સોનું, 60 કિલો ચાંદી, 50 LICની પોલિસી..આટલી સંપત્તિની માલકીન છે કંગના

PC: news18.com

કંગના રણૌત બોલિવૂડની ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી છાપ છોડવા સાથે જ હવે રાજનીતિક ગલિયારામાં પણ એન્ટ્રી લઈ લીધી છે. મંગળવારે ફિલ્મ એક્ટ્રેસે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપ તરફથી નામાંકન દાખલ કર્યું. તેણે નોમિનેશન ફાઇલ કર્યા બાદ ચૂંટણીને લોકતંત્રનો પર્વ બતાવતા મંડીથી ચૂંટણી લડવા પર પોતાને ગર્વ હોવાનું જણાવ્યું.કંગના ભાજપના કરોડપતિ ઉમેદવારોની લિસ્ટમાં સામેલ છે. આવો તો જાણીએ તેની પાસે શું શું છે?

પોલિટિક્સમાં ખૂલીને વિચાર રાખનારી કંગનાનો જન્મ 23 માર્ચ 1987ના રોજ હિમાચલનાં મંડી જિલ્લામાં થયો હતો. કંગનાના નેટવર્થ બાબતે વાત કરીએ તો તેની ચૂંટણી એફિડેવિટ મુજબ 90 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી છે. કંગના પાસે 2 લાખ રૂપિયા રોકડ છે અને તમામ બેંક ખાતા, શેર ડિબેન્ચર્સ અને જ્વેલરી સહિત અન્યને જોડીને કુલ ચલ સંપત્તિ 28,73,44,239 રૂપિયા છે, જ્યારે અચલ સંપત્તિ 62,92,87,000 રૂપિયા છે. તો દેવાની વાત કરીએ તો કંગના ઉપર 17,38,00000 રૂપિયાનું દેવું છે.

તો કંગના પાસે 6 કિલો 700 ગ્રામ સોનું અને જ્વેલરી છે. જેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. એ સિવાય તેની પાસે 60 કિલો ચાંદી છે, જેની કિંમત 50 લાખ રૂપિયા છે. એ સિવાય તેની પાસે કરોડોની ડાયમંડ જ્વેલરી છે, જેની કિંમત 3 કરોડ કરતા વધુ છે. કંગનાના કાર કલેક્શનમાં એકથી એક ચઢિયાતી ગાડીઓ છે. ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ, તેણે 2 કારોનો ઉલ્લેખ કર્યો છે.

તેમાં એક BMW 7 સીરિઝ અને બીજી Mercedes Benz GLE SUV છે. આ બંને કારોની કુલ કિંમત 1.56 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. કંગનાની ચલ સંપત્તિની ડિટેલ જોઈએ તો તેમાં સૌથી ખાસ વાત એ છે કે તેના નામ પર એક બે નહીં, પરંતુ 50 LIC પોલિસી છે અને આ બધી પોલિસી એક તારીખ 4 જૂન 2008ના રોજ ખરીદવામાં આવી છે. એ સિવાય તેણે શેરોમાં પણ રોકાણ કર્યું છે.

મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના 9,999 શેર તેની પાસે છે, જેમાં તેનું ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ રકમ 1.20 કરોડ રૂપિયાથી વધુ છે. કરોડોના નેટવર્થવાળી કંગના હિમાચલના મનાલીમાં કંગના પાસે એક શાનદાર બંગલો છે, જેની કિંમત લગભગ 25 કરોડ બતાવવામાં આવી રહી છે. એ સિવાય મુંબઇમાં 5 બેડરૂમનો એક અપાર્ટમેન્ટ છે, જેની કિંમત 15-20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મુંબઈના પાલી હિલમાં એક મોટી ઓફિસ સ્પેસ પણ તેની પાસે છે, જેની કિંમત પણ કરોડોમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp