કંગના રણૌતે જણાવ્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોણ છે તેનો સૌથી મોટો સમર્થક

PC: indianexpress.com

કંગના રણૌત પોતાના નિવેદનોને લઈને મોટા ભાગે લાઇમલાઇટમાં રહે છે. હાલમાં જ એક શૉમાં એકતા કપૂર પોતાના ભાઈ તુષાર કપૂર સાથે પહોંચી તો ‘પંગા ક્વીન’એ એક્ટર તુષાર કપૂરના વખાણ કરતા તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સૌથી મોટો સમર્થક કહ્યો. કંગના રણૌતની જેલમાં તુષાર કપૂરે ખાસ અંદાજમાં બધા કેદીઓ સાથે મુલાકાત કરી. તુષાર કપૂર કહે છે કે મને ખબર હતી કે મંદના ખૂબ જ મસ્તીખોર છે પરંતુ અહીં આવીને એમ લાગી રહ્યું છે કે હું મેડમ તુસાદ મ્યૂઝિયમમાં છું અને બધી મૂર્તિઓ જીવિત થઈ ગઈ છે.

તુષાર કપૂર સાથે વાત કરતા આગળ કહ્યું કે હું તારી સાથે વાત કરવા માટે ખૂબ ઉત્સુક હતો. તું મારી પસંદગીની એક્ટ્રેસોમાંથી એક છે. હું હંમેશાં તારી ફિલ્મો જોયા બાદ ટ્વીટ કરું છું. વાતચીત દરમિયાન કંગના રણૌતે હસતા ખુલાસો કર્યો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો સૌથી મોટો સપોર્ટર તુષાર કપૂર જ છે. કંગના રણૌતે કહ્યું કે મારી જેટલા પણ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે લડાઈ થઈ છે તુષાર કપૂર સૌથી પહેલા મને સપોર્ટ કરે છે. તુષાર કપૂરે પોતાના હાથ જોડીને કંગનાનો આભાર માનતા કહે છે કે, ‘હાઉ સ્વીટ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp