રિલિફ ફંડમાં આમીર ખાને 25 લાખ દાન કરી દીધા પણ કંગના કહે છે મારા 5 લાખ જ થાય છે

PC: timesofindia.indiatimes.com

હિમાચલ પ્રદેશ આપત્તિ રિલિફ ફંડમાં ઓનલાઇન ડૉનેશનમાં પરેશાની આવવા પર બૉલિવુડ ક્વીન કંગના રણૌત હિમાચલની સરકાર પર ગુસ્સે થઈ ગઈ. કંગના રણૌતે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે, એ શરમની વાત છે કે સરકારથી આપત્તિનું સંચાલન પણ સંભાળી શકાતું નથી. જો કે, કંગના રણૌતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં માધ્યમથી 5 લાખ રૂપિયા જરૂર દાન કર્યા, પરંતુ તે તેનાથી વધારે રકમ દાન આપવા માગતી હતી, જે ટ્રાન્સફર ન થઈ શકી.

કંગના રણૌતને કયા કારણે પરેશાની આવી, એ તો તે જ કહી શકે છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એ ટેક્નિકલી સમસ્યાના કારણે એમ થયું કેમ કે એ અગાઉ પણ ઘણા લોકોએ 10 લાખ રૂપિયાથી વધુનું દાન ઓનલાઇન જ આપ્યું છે. હિમાચલ આપત્તિ રાહતને સંભાળનાર વિભાગના એક અધિકારીને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, બોલિવુડ એક્ટર આમીર ખાને પણ ઓનલાઇન જ દાન આપ્યું છે. તેણે 25 લાખ રૂપિયાની રકમ જમા કરાવી છે.

આ પ્રકારે ઘણા અન્ય લોકોએ પણ 10 લાખ રૂપિયા કરતા વધુની રકમ રિલિફ ફંડમાં આપી છે અને તેમને કોઈ પરેશાની ન થઈ, પરંતુ કંગનાને શું પરેશાની થઈ એ જાણકારી નથી. કંગના રણૌતે ગત સાંજે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યો અને પોતાના CA સાથેના સ્ક્રીન શૉટ પણ શેર કર્યા. કંગના રણૌતે કહ્યું કે, તેમણે આપત્તિ કોષમાં દાન આપવા માટે 50-60 પ્રયાસ કર્યા, પરંતુ 5 લાખ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર ન થઈ.

કંગના રણૌતે પોતાના CA સાથે થયેલી વાતચીત પણ શેર કરી, જેમાં CAએ કહ્યું કે, 10 લાખની રકમ ટ્રાન્સફર થઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ બૉલિવુડ એક્ટર આમીર ખાને હિમાચલ પૂર પીડિતો માટે આપત્તિ રિલિફ ફંડમાં 25 લાખ રૂપિયા દાન કર્યા હતા. ત્યારબાદ સતત કંગના રણૌત, અનુપમ ખેર, યામી ગૌતમ સહિત હિમાચલ સાથે સંબંધ રાખનારા બોલિવુડ સ્ટાર્સ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે આમીર ખાન મદદ કરી રહ્યો છે તો પછી આ સ્ટાર ક્યાં ગુમ છે. નોંધનીય છે કે, કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના ભાંબલાની રહેવાસી છે. તેણે કુલ્લૂમાં આલીશાન ઘર બનાવ્યું છે, જ્યાં તે મોટા ભાગે જતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp