26th January selfie contest

કપિલ શર્માએ શેર કર્યો દીકરી સાથે ફોટો, દીકરીનું રાખ્યું આ નામ

PC: twitter.com/kapilsharmak9

‘ધ કપિલ શર્મા’ શોના હોસ્ટ અને કોમેડિયન કપિલ શર્માએ મકર સંક્રાતિના અવસરે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી. જેમાં કપિલ તેની પત્ની ગિન્ની ચતરથ સાથે દેખાઈ રહ્યો છે.

કપિલે તેની પોસ્ટમાં તેની દીકરીનું નામ પણ જણાવ્યું છે. તેણે લખ્યું, મળો અમારા જિગરના ટુકડા અનાયરા શર્માને. કપિલે શેર કરેલી તસવીરમાં તેની દીકરી અનાયરા ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે. તો બીજી તસવીરમાં કપિલ અને ગિન્ની તેની દીકરી અનાયરાને પ્રેમથી નીહાળી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Meet our piece of heart “Anayra Sharma” ❤️ 🙏 #gratitude

A post shared by Kapil Sharma (@kapilsharma) on

કપિલે જે તસવીર શેર કરી છે, તેમાં તમામ કલાકારો કમેન્ટ કરી રહ્યા છે. સાથે જ તેમને આશીર્વાદ પણ આપી રહ્યા છે. આ પહેલા પણ અનાયરાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પણ ત્યારે ફોટો સાફ દેખાતી નહોતી.

કપિલની આ પોસ્ટ પર બોલિવુડ અભિનેતા રણવીર સિંહે પણ કમેન્ટ કરી છે. રણવીર સિંહે કપિલની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે, ઓ...યાર કપિલ, સાથે જ રણવીરે હાર્ટ ઈમોટિકન બનાવ્યા હતા.

જણાવી દઈએ કે, કપિલ શર્મા અને ગિન્નીને 10 ડિસેમ્બર ના રોજ દીકરી થઈ હતી. 15 જાન્યુઆરીના રોજ કપિલે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અનાયરાની તસવીર શેર કર હતી.

પિતા બન્યા બાદ કપિલે કહ્યું હતું કે, અમારા ઘરે દીકરી થઈ છે અને તમારા આશીર્વાદની જરૂર છે. તમને સૌને પ્રેમ. જય માતાજી. કપિલે 12 ડિસેમ્બર 2018ના રોજ ગિન્ની સાથે લગ્ન કર્યા હતા. 10 ડિસેમ્બર 2019ના રોજ ગિન્નીએ દીકરીને જન્મ આપ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp