'શમશેરા' ફિલ્મમાં જે 400 ફુટની ટ્રેન હતી, તેનો સેટ 1 મહિનામાં તૈયાર થયો હતો

PC: indiatimes.com

ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 'શમશેરા' બોક્સઓફિસ પર તો કંઈ ખાસ પ્રદર્શન નહોતી કરી શકી, પરંતુ ફિલ્મના સેટ્સની ખૂબ ચર્ચા થઈ હતી અને ખાસ કરીને ફિલ્મના ટ્રેન વાળા એક્શન સીનની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે રણવીર કપૂરની આ ફિલ્મથી જોડાયેલી રસપ્રદ વાતો સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ ડિરેકટર કરણ મલ્હોત્રાએ જણાવ્યું કે એક એકશન સીનને શૂટ કરવા માટે તેમને એક મહિનો લાગી ગયો હતો.

ફિલ્મ માટે રણવીરે ઘણી મહેનત કરી હતી અને તેમાં ઘણા ટ્રાન્સફોર્મેશન પણ જોઈ શકાય છે. ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. એક્ટર માટે આ સફર ઘણી ચેલેન્જીંગ રહી છે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને પૂર્ણ કરવા મોટા મોટા સેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.  ડિરેકટર કરણ મલ્હોત્રાએ એવા જ એક ભવ્ય સેટ વિશે વાત કરી જે ખૂબ જે યુનિક અને તમે પહેલા કયારેય જોયો નહીં હશે.

એકશન સીન માટે 400 ફુટની ટ્રેન બનાવી

ફિલ્મમાં એક સીન માટે મેકર્સે 400 ફુટની ટ્રેન બનાવવી પડી હતી. આ સેટ ક્રિએટ કરવા ડિઝાઈનરો માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું કારણકે આ ટ્રેનને 1800 સદીના સમયની બતાવવાની હતી, જે 400 ફુટની હોય. ફિલ્મના VFX પ્રમાણે એ ખોટું પણ ન લાગવું જોઈએ. રણવીર કપૂરનો એકશન સીન પણ એ પ્રમાણે જ શૂટ કરવાનો હતો. કરણે ખુલાસો કર્યો કે અમારા સમગ્ર સેટ ડિઝાઈનને લઈને એકશન સેટના દરેક ટુકડાઓ સુધી સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં હતા. જેથી 'શમશેરા' દર્શકો માટે જબરજસ્ત સીનના અનુભવ આપી શકે. જો કે અમે સ્પષ્ટ હતાં કે અમે જે પણ કરવા જઈ રહ્યાં છે તે એ જોઈને કરવાનું રહેશે કે આ યુગનું લાગે, જેની અમે ફિલ્મમાં વાત કરી રહ્યાં છે. એવો જ એક લાર્જર ધેન લાઈફ એકશન સીન ટ્રેનમાં થાય છે.

કરણે વધુમાં કહ્યું કે મુશ્કેલીઓ ઘણી હતી કારણકે 1800 સદીની ટ્રેન મળવી શક્ય હતું નહીં. તેથી અમે એ સીનને સાચો બતાવવા માટે લગભગ 400 ફુટની ટ્રેન બનાવી. આ એક ઘણું મોટું કાર્ય હતું. હું 'શમશેરા' પ્રોડક્શન ડિઝાઈન અને YFX ટીમને આટલી મોટી જવાબદારી લેવા અને તેને આટલી સરસ રીતે ક્રિએટ કરવા માટે શુભકામનાઓ આપું છું. આ ટ્રેનને આટલા મોટા સ્તર પર બનાવવા લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. જો હું પોતાની વાત કરું તો મને ટ્રેનમાં મોટા ભાગના એકશન સીન કરવા હતા અને હું એ બતાવવા અડગ હતો કે આ રીતનો સીન મોટા પદડા પર કેટલો ભવ્ય દેખાઈ શકે છે.

કરણે કહ્યું કે હું એકવારમાં કરવા માંગતો હતો જેથી દર્શકોને એડ્રેનલાઈનની ભીડ લાગે, એવું લાગે કે તેમણે ક્યારેય જોયું જ નથી. આ સીનને પૂર્ણ રીતે સાચો કરવાનો ક્રેડિટ રણવીરને જાય છે. મને યાદ છે કે મેં શુટીંગ પછી કહ્યું હતું કે તેઓ એકશન ફિલ્મો કરવા માટે જન્મયા છે કારણકે તેઓ સહજતાથી એક અભિનેતાના રૂપમાં કોઈપણ ભૂમિકાને દ્રઢતાથી નિભાવવા માટે ગિફટેડ છે. 'શમશેરા'માં એક એકશન હિરોના રૂપમાં તેણે શું કર્યું છે એ સમજવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

રણવીર કપૂરની ફિલ્મ 'શમશેરા'માં વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ સંભાળ્યું છે. ફિલ્મ પર ઘણી મહેનત કરવામાં આવી છે. આ ફિલ્મ થિયેટરમાં 22 જુલાઈએ રીલિઝ થઈ હતી, હાલમાં તમે આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp