કરીનાએ ખોલ્યું લગ્ન જીવનનું રહસ્ય, જણાવ્યું સૈફ અલી ખાન સાથે ક્યારે થાય છે ઝઘડો
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવુડની સૌથી પસંદગીની જોડીઓમાંથી એક છે. કરીના કપૂર હાલમાં જ પોતાના પતિ સૈફ અલી ખાન સાથે વેકેશન પર પણ ગઈ હતી. તેણે ઇન્સ્ટા પર આ વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી. હવે કરીના કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાન સાથે લગ્ન પર પોતાની વાતો રાખી છે. તેણે જણાવ્યું કે, સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ તેમની લાઈફ કેવી રીતે મોટી થઈ ગઈ છે. તેની સાથે જ તેણે જણાવ્યું કે, સૈફ અલી ખાન સાથે કઇ વાત પર તેનો ઝઘડો થાય છે.
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નના 12 વર્ષ થઈ જશે. આ દરમિયાન કરીના કપૂરે એક મેગેઝીન સાથે વાત કરતા જણાવ્યું કે, લગ્નએ મને ખૂબ સારી રીતે બદલી છે. હું ખૂબ જવાબદાર છું. અમે એવા છીએ, જો તે મને ગ્રાઉન્ડ કરે છે તો હું પણ તેને ગ્રાઉન્ડ કરું છું. જો હું થોડી ક્રેઝી થઈ રહી છું, તો એ મને બતાવે છે. હું પણ એવું જ કરું છું. કરીના કપૂર ખાનને પૂછવામાં આવ્યું કે, તમે બંને જ એક્ટર્સ છો, તો શું આ કારણે જિંદગી મુશ્કેલ લાગે છે?
આ સવાલ પર કરીના કપૂરે કહ્યું કે, બિલકુલ, એ મુશ્કેલ છે. પોતાની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ક્રૂનું ઉદાહરણ આપતા કરીના કપૂર ખાને સમજાવ્યું કે, તે સવારે 4:30 વાગ્યે આવી, તો ઊંઘી રહ્યો હતો અને હું પોતાના કામ પર નીકળી ગઈ. તે ઊંઘીને ઉઠ્યો હશે તો બની શકે કે શૂટ માટે નીકળી ગયો હશે અને હું પોતાના કામ પર નીકળી ગઈ. તે ઊંઘીને ઉઠ્યો હોય તો બની શકે કે શૂટ માટે નીકળી ગયો હોય અને ત્યારબાદ હું બેંકોક માટે રવાના થઈ ગઈ. એટલે એક ઘરમાં રહેતા પણ અમે મળી શકતા નથી.
તેણે કહ્યું કે, સમયને બેલેન્સ કરવો મુશ્કેલ છે. અમે દિવસ અને ટાઇમ નક્કી કરવા માટે કેલેન્ડર લઈને બેસીએ છીએ. એવું થાય છે જ્યારે એક જ ઘરમાં 2 એક્ટર્સ હોય છે. કરીનાને પૂછવામાં આવ્યું કે શું તે એક બીજાની ફિલ્મો જુઓ છો. તેના પર તેણે કહ્યું કે, તે એક કઠોર નિંદાકાર છે. તો સૈફ બાબતે વાત કરતા કરીનાએ કહ્યું કે, શું તમે માની શકો છો કે તેણે મારી ફિલ્મ ક્રૂ નથી જોઈ. કેમ કે તે શૂટમાં વ્યસ્ત હતો, પરંતુ પરંતુ મારે તેની બધી ફિલ્મ જોવાની હોય છે. મારે જોવી છે તો મારે જોવી છે. આ મામલે તેને મારી કદર નથી.
આજ ઇન્ટરવ્યૂમાં કરીનાએ બતાવ્યું કે, સૈફ અને તેની વચ્ચે એક જ વસ્તુને લઈને ઝઘડો થાય છે. એ બંનેનો ઝઘડો AC તાપમાનને લઈને થાય છે. સૈફને હંમેશાં ગરમી લાગે છે અને તે ACનું તાપમાન 16 ડિગ્રી ઈચ્છે છે. ત્યારે મને 16. તેના પર સૈફ કહે છે મને કહે લોકો ACના તાપમાનના ચક્કરમાં પણ ડિવોર્સ કરી લે છે. તેને 16 ડિગ્રી જોઈતું હોય છે અને મને 20. એવામાં અમે બંને 19 ડિગ્રી પર સહમતી બનાવીએ છીએ. કરીનાએ જણાવ્યું કે, ઘણી વખત જ્યારે કરિશ્મા કપૂર ઘરે આવે છે તો ACનું તાપમાન 25 ડિગ્રી કરી લે છે.
એવામાં સૈફ અલી ખાન કહે છે કે સારું છે તેણે કરીના સાથે લગ્ન કર્યા, તે 19 ડિગ્રી પર સેટલ તો થઈ જાય છે. કરીનાએ કહ્યું કે, ઝઘડાનું વધુ એક કારણ છે ટાઇમ. અમારો મોટા ભાગનો ઝઘડો સમય માટે હોય છે. પૈસા કે કોઈ બીજી વસ્તુને લઈને અમારો ઝઘડો થતો નથી. અમે બસ એટલે ઝઘડો કરીએ છીએ કેમ કે અમને એક બીજા સાથે વધારે સમય મળી શકતા નથી. તો ઘણી વખત સૈફ તૈમુરને મોડે સુધી ઊંઘવા દે છે, આ કારણે મારો ઝઘડો થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp