કેટરિના પોતાની ભાવિ સાસુ સાથે કરી રહી છે લગ્નની તૈયારીઓ

PC: news18.com

વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તે જ રીતે લગ્નની તૈયારીઓને લઈને અનેક પ્રકારની અપડેટ મળી રહી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કેટ-વિક્કીના ડેસ્ટિનેશન મેરેજ થવા જઈ રહ્યા છે. આ બધા સમાચારો વચ્ચે, એક સમાચાર એ પણ છે કે સરળ સોબર ક્યૂટ અભિનેત્રી તેની ભાવિ સાસુ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. બંનેને એકબીજાને જાણવા અને સમજવાનો મોકો મળી રહ્યો છે. સાથે જ લગ્નની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. એકબીજના સંપ્રદાયને સમજવાની સ્પેસ મળી રહી છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન સાથે જોડાયેલી દરેક પળની અપડેટ જાણવા ચાહકો આતુર છે. બંને લગ્નને સંપૂર્ણપણે ખાનગી રાખવા માગે છે. એટલા માટે તેઓ લગ્નના પ્લાન પર મૌન સેવી રહ્યા છે. રીપોર્ટ્સ અનુસાર, વિક્કી કૌશલ કામમાં વ્યસ્ત છે જ્યારે કેટરીનાએ બ્રેક લીધો છે. વિક્કી પાસે સમય ન હોવાથી અભિનેત્રી તેની ભાવિ સાસુ વીણા કૌશલ સાથે લગ્નની તૈયારી કરી રહી છે. વિક્કીની માતા માટે પણ એક સારી તક છે કે તેને તેની ભાવિ પુત્રવધૂ સાથે સમય પસાર કરવાનો મોકો મળી રહ્યો છે. માત્ર મમ્મી જ નહીં પરંતુ ભાઈ સની કૌશલ પણ પ્રી-વેડિંગ પ્લાનિંગમાં મદદ કરી રહ્યો છે.

રીપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ તેના લગ્નમાં ફેમસ ડિઝાઈનર સબ્યસાંચી મુખર્જી તરફથી ડિઝાઈન કરેલા મેરેજ આઉટફીટ પહેરવા જઈ રહી છે. કેટરિના તૈયાર છે પરંતુ, વિક્કી કૌશલની તૈયારીઓ બાકી હતી. તેથી જ તેની માતા અને ભાઈએ મોડું કર્યા વિના લગ્નના લુકની જવાબદારી પણ આ પ્રખ્યાત ડિઝાઈનરને સોંપી દીધી છે. વિક્કીની માતા વીણા કૌશલ પહેલીવાર કેટરિના કૈફ માટે કંઈ કરી રહી નથી. અગાઉ તે દિવાળી પર શગુન પણ મોકલી ચુકી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, માતાએ કેટરીના માટે કેટલીક ખાસ વસ્તુઓ મોકલી હતી. શુકન તરીકે મોકલવામાં આવેલી આ વસ્તુઓમાં, વીણા કૌશલે માત્ર મિઠાઈ-નમકીન જ નહીં, તેના હાથથી બનાવેલી ચોકલેટ્સ ઉપરાંત કેટલીક સાડીઓ અને ઘરેણાં પણ મોકલ્યા હતા. ભારતીય પરંપરા અનુસાર, જ્યારે લગ્ન નક્કી કરવામાં આવે છે, ત્યારે જમાઈ અથવા પુત્રવધૂને પહેલી દિવાળી પર શુકન મોકલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp