ડિરેક્ટરે જણાવ્યું કેટરીના કૈફની સુપરહીરો ફિલ્મ પડતી કેમ મૂકવામાં આવી
કેટરીના કૈફ હાલમાં જ સલમાન ખાનની ટાઈગર 3 અને રામ માધવાણીની 'મેરી ક્રિસમસ'માં જોવા મળી હતી. બંનેમાં તેના કામને પસંદ કરવામાં આવ્યું હતું. કેટરીના અલી અબ્બાસ ઝફર સાથે સુપરહીરો ટાઈપની ફિલ્મમાં પણ કામ કરવા જઈ રહી હતી, પરંતુ હવે સમાચાર છે કે, તે ફિલ્મ પડતી મૂકવામાં આવી છે.
વર્ષ 2019માં, અલી અબ્બાસ ઝફરે જાહેરાત કરી હતી કે, તે કેટરિના સાથે એક ફિલ્મ કરશે. આ એક સુપરહીરો ફિલ્મ હશે. જેનું કામચલાઉ ટાઇટલ તે સમયે 'સુપર સોલ્જર' આપવામાં આવ્યું હતું. પરંતુ કોરોના આવ્યા પછી બધું જ કામ અટકી ગયું. આ ફિલ્મ પણ અનેક સ્તરે નીચે ઉતરતી ગઈ. કોરોના ખતમ થયા પછી પણ આ અંગે કોઈ અપડેટ નથી.
હાલમાં જ તેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પ્રમોશન દરમિયાન અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મ વિશે વાત કરી હતી. મીડિયા સૂત્રને આપેલા એક ઈન્ટરવ્યુમાં અલીએ કહ્યું હતું કે, 'અત્યારે 'સુપર સોલ્જર' બનાવવામાં આવી રહી નથી. હું કેટરિના પર બીજી ફિલ્મ બનાવવાનો છું. આ એક એક્શન ફિલ્મ હશે. મને લાગે છે કે કેટરિના સારી એક્શન કરે છે. એક સ્ક્રિપ્ટ છે જે અમને બંનેને ખૂબ જ ગમી. અમે ટૂંક સમયમાં આ ફિલ્મ પર કામ શરૂ કરીશું.'
કેટરીના અને અલીની આ ફિલ્મનું બજેટ પણ ઘણું વધારે હશે. અલીએ કહ્યું, 'આ દિવસોમાં કોઈપણ એક્શન ફિલ્મનો દાવ ઘણો ઊંચો છે. મને ખબર છે કે હું આ ફિલ્મ ચોક્કસ બનાવીશ. પરંતુ હું એ વાતનો પણ ઇનકાર કરી શકતો નથી કે, આજના સમયમાં ફિમેલ લીડ એક્શન ફિલ્મ બનાવવી થોડી મુશ્કેલ છે. જોકે, 'ક્રુ'ની રિલીઝને જોતા એવું લાગે છે કે, ફીમેલ લીડવાળી ફિલ્મો સારો દેખાવ કરશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અંતે, બધું ધંધા પર આવીને અટકી જાય છે.'
કેટરીનાના આ પ્રોજેક્ટ પહેલા અલીએ સલમાન સાથે કામ કરવાની વાત પણ કરી હતી. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, તેણે સલમાનને એક સ્ટોરી પીચ કરી છે. જે તેને પસંદ પણ આવી છે. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે સલમાન પર નિર્ભર કરે છે કે, ફિલ્મનું કામ ક્યારે શરૂ થશે. અલીએ કહ્યું, 'જેમ કે બધા જાણે છે કે હું સલમાન ખાનને પ્રેમ કરું છું. તે મારા માટે મોટા ભાઈ જેવો છે. હું તેની સાથે ફરી એક ફિલ્મ કરવા માંગુ છું. હું તેમની પાસે એક વાર્તા લઈને ગયો હતો જે તેમને ગમી પણ છે.'
અલીએ વધુમાં કહ્યું કે, 'હું એક એવું પાત્ર લખી રહ્યો છું, જે સલમાનના સ્ટારડમને યોગ્ય ઠેરવી શકે. મને લાગે છે કે, તેના વ્યક્તિત્વ અને સ્ટારડમ સાથે મેળ ખાતું પાત્ર લખવું થોડું મુશ્કેલ છે. અમે આ પહેલા જ્યારે પણ સાથે કામ કર્યું છે, ત્યારે તે પાત્રો યાદગાર બની ગયા છે. આશા છે કે, અમે જે પણ પાત્ર સાથે ફરી કામ કરીશું તે પણ ખૂબ જ ખાસ હશે. હું સલમાન સાથે ફરી કામ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.'
આમ જોઈએ તો, અલીના પ્રોડક્શનની 'બડે મિયાં છોટે મિયાં' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે, પરંતુ તે ખાસ કંઈ અદભુત કરી શકી નથી. હવે જોવું એ રહ્યું કે, આગામી દિવસોમાં કદાચ આ ફિલ્મ આગળ વધી પણ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp