દાઢી વગર આવો દેખાય છે રોકી ભાઈ, ઓળખી નહીં શકશો, જુઓ વીડિયો

PC: zeenews.india.com

સુપર સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર-2  બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ગઈ છે. આ ફિલ્મમાં યશના લાંબા વાળ અને વધેલી દાઢી વાળા લુકને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રોકીભાઈના કિરદારમાં તેનો જબરદસ્ત સ્વેગ જોવા મળી રહ્યો છે. જેના પર ચાહકો ફિદા છે. જે વચ્ચે યશનો એક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે, જેમાં તે પોતાની દાઢી કાપતા દેખાઈ રહ્યો છે.

યશે કાપી લીધી પોતાની લાંબી દાઢી ?

વીડિયોમાં યશ પોતાની પત્ની રાધિકા પંડિતની સાથે દેખાઈ રહ્યો છે. વીડિયોમાં રાધિકા ખૂબ જ ખુશ છે કે તેનો પતિ પોતાની દાઢીને કપાવા જઈ રહ્યો છે. યશ કાતરથી પોતાની લાંબી દાઢીને કાપે છે અને પછી ટ્રીમર થી ટ્રિમ કરે છે. ત્યાર પછી હેર ડ્રેસર તેની દાઢીને સેટ કરતો દેખાય છે. યશનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અહીં જુઓ આ વીડિયો...

યશનો વીડિયો થયો વાયરલ

જોકે યશનો આ વીડિયો વર્ષ 2018નો છે, જે હાલમાં ઇન્ટરનેટ પર છવાયેલો છે. જ્યારે યશ પહેલીવાર પિતા બનવા જઈ રહ્યો હતો, ત્યારે તેણે પોતાની દાઢી ટ્રીમ કરાવી દીધી હતી. યશ અને રાધિકા બે બાળકોના પેરેન્ટ્સ છે. આ કપલની દીકરીનું નામ આર્યા છે, જ્યારે દીકરાનું નામ અથર્વ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp