આ સંગીતકારે પોતાની 20 કરોડની સંપત્તિનું કર્યું દાન, દર વર્ષે આપશે 11 લાખ

PC: dnaindia.com

નેશનલ એવોર્ડ વિજેતા અને પોતાના જમાનાના પ્રખ્યાત સંગીતકાર ખૈયામે ફિલ્મ વર્કર્સની ફેડરેશનને દોઢ લાખ રૂપિયા આપ્યા છે. આ સાથે તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રી રાહતભંડોળમાં પણ પાંચ-પાંચ લાખ રૂપિયા જમા કરાવી દીધા છે. ખૈયામે પોતાની તમામ સંપત્તિ ફિલ્મ વર્કર્સને દાન કરવાનું એલાન કર્યું છે. ખૈયામના એલાન પ્રમાણે તેઓ જીવશે ત્યાં સુધી તેઓ દર વર્ષે અગિયાર લાખ રૂપિયા દાન કરતા રહેશે. મૃત્યુ પછી પણ તેમની તમામ સંપત્તિ KPJ ચેરિટેબલ ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થશે. ત્યારબાદ તેમાંથી મળતા વ્યાજને ફિલ્મ વર્કર્સ ઉત્થાન માટે વાપરવામાં આવશે. આ સંપત્તિ 15થી 20 કરોડની છે.

કેપીજે ચેરિટેબલ ટ્રસ્ટની તમામ જવાબદારી અનૂપ જલોટા સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સંગીતકાર ખૈયામની તમામ સંપત્તિની માર્કેટ વેલ્યૂ લગભગ 15થી 20 કરોડ છે. આ રકમ ભવિષ્યમાં ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

બેંક આ રકમ પર મહિનાનું 15 લાખ વ્યાજ આપે છે. તે પણ ભવિષ્યમાં ફિલ્મ વર્કર્સની ભલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યાં સુધી તેઓ દર વર્ષે લગભગ 11 લાખ રૂપિયા દાનમાં આપતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp