આમીર સાથે છૂટાછેડા બાદ ખુશ છે કિરણ રાવ, બોલી- ‘મને જરાય..’
બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમીર ખાન પોતાની ફિલ્મો સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. તેણે એક નહીં 2-2 લગ્ન કર્યા અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. વર્ષ 2021 સોશિયલ મીડિયા પર તેણે બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડાની જાહેરાત કરીને હેરાન કરી દીધા હતા. ભલે આ કપલ અલગ થઈ ચૂક્યું હોય, પરંતુ આજે પણ સારા મિત્ર છે. દરેક સુખ દુઃખમાં બંને એક બીજાનો સાથ આપે છે. હવે ડિરેક્ટર કિરણ રાવે આમીર ખાન સાથે છૂટાછેડા પર ફરી પોતાનું નિવેદન આપ્યું છે, જે ખૂબ ચર્ચામાં આવી ગયું છે.
છૂટાછેડા બાદ કિરણ રાવ અને આમીર ખાને ઘણા અવસર પર પોતાના સંબંધ પર ખૂલીને વાત કરી છે. હવે ફરી એક વખત એવું જ થયું છે. કિરણે ફેય ડિસૂઝાને આપેલા ઇન્ટરવ્યૂમાં છૂટાછેડાને લઈને કહ્યું કે, તે ખૂબ ખુશ છે. મને લાગે છે કે, સંબંધોને સમય સમય પર ફરીથી પરિભાષિત કરવાની જરૂરિયાત છે કેમ કે આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, વ્યક્તિના રૂપમાં બદલાઈએ છીએ. આપણને અલગ અલગ વસ્તુઓની જરૂરિયાત છે અને મને લાગ્યું કે, એ (છૂટાછેડા) મને ખુશ ખુશ કરશે અને ઈમાનદારીથી કહું તો તેણે મને ખૂબ ખુશ કરી છે.
આમીર અગાઉ, હું ઘણા લાંબા સમય સુધી સિંગલ હતી. મેં વાસ્તવમાં પોતાની સ્વતંત્રતાનો આનંદ લીધો. હું એકલી હતી, પરંતુ હવે મારી પાસે આઝાદ, મારો દીકરો છે એટલે હું એકલી રહેતી નથી. મને લાગે છે કે એકલાપણું જ એકમાત્ર એવી વસ્તુ છે જેની બાબતે મોટા ભાગના લોકો થોડા ચિંતિત રહે છે. જ્યારે તેમના છૂટાછેડા થઈ જાય છે કે કોઈ સાથી ખોવાઈ જાય છે. મને બિલકુલ એકલું ન લાગ્યું.
તેમણે કહ્યું કે, વાસ્તવમાં મને બંને પરિવારોનું સમર્થન પ્રાપ્ત છે. તેનો પરિવાર અને મારો પરિવાર. આ એક ખૂબ જ સુખદ છૂટાછેડા રહ્યા છે. કિરણે એ પણ સ્વીકાર્યું કે, પોતાના 15 વર્ષ લાંબા લગ્નને સમાપ્ત કરવા એ બંને માટે સરળ નહોતું. ‘લાપતા લેડીઝ’ના ડિરેક્ટરે ખુલાસો કર્યો કે, બોલિવુડ એક્ટરને ભાવાત્મક અને માનસિક રૂપે ત્યાં પહોંચવામાં થોડો સમય લાગ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp