ઓસ્કારની રેસમાં કિરણ રાવની 'લાપતા લેડીઝ',શું આ વખતે સાકાર થશે આમીર ખાનનું સપનું?
દિગ્દર્શક કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' આ વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને તેણે વિવેચકો તેમજ લોકોને પ્રભાવિત કર્યા હતા. ફની કોમેડી સાથે સમાજમાં મહિલાઓની ઓળખ પર સવાલો ઉઠાવતી આ ફિલ્મ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે.
ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કહ્યું કે, ભારતે આ વર્ષે ઓસ્કર માટે 'લાપતા લેડીઝ' મોકલવી જોઈએ અને દર્શકોની આ માંગ આખરે પૂરી થઈ છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 'લાપતા લેડીઝ', આ વર્ષની સ્લીપર હિટ ફિલ્મોમાંની એક, આ વર્ષે ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની એક સમિતિએ 29 ફિલ્મોની યાદીમાંથી 'લાપતા લેડીઝ'ને ઓસ્કાર 2025 માટે સત્તાવાર પ્રવેશ તરીકે પસંદ કરી છે. સમિતિ સમક્ષ રજૂ કરાયેલી 29 ફિલ્મોની યાદીમાં 'એનિમલ' અને 'અટ્ટમ' જેવી ફિલ્મોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાપતા લેડીઝ'નું પ્રથમ સ્ક્રીનિંગ થયું હતું, જ્યાં તેને જબરદસ્ત પ્રશંસા મળી હતી. કિરણ રાવની આ ફિલ્મ માર્ચ 2024માં મર્યાદિત સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને તેને સારા દર્શકો મળ્યા હતા. અહેવાલો કહે છે કે, 5 કરોડ રૂપિયાથી ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 25 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે.
અભિનેતા નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ અને રવિ કિશનની પણ આ ઉત્તમ ફિલ્મ માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. મહિલાઓ પરના સંવેદનશીલ વિષય પર એક ઉત્તમ ફિલ્મ બનાવવા માટે કિરણ રાવના નિર્દેશનની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
'લાપતા લેડીઝ' સુપરસ્ટાર આમીર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ છે. તેમની ભૂતપૂર્વ પત્ની, ફિલ્મ નિર્માતા કિરણ રાવ આ ફિલ્મના સહ-નિર્માતા છે. આમીરના પ્રોડક્શનમાં બનેલી આ ચોથી ફિલ્મ છે જેને ભારતમાંથી ઓફિશિયલ ઓસ્કાર એન્ટ્રી કરવામાં આવી છે. 2001માં રિલીઝ થયેલી 'લગાન' આમીરના પ્રોડક્શનમાં બનેલી પહેલી ફિલ્મ હતી, જેને ભારત દ્વારા ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી.
આ પછી તેની પ્રોડક્શન્સમાં બનેલી 'તારે જમીન પર' અને 'પીપલી લાઈવ' પણ ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં 'લગાન' ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થવામાં સફળ રહી હતી, જ્યારે આમીર નિર્મિત અન્ય બે ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ શકી ન હતી. પરંતુ હવે ચોથી વખત આમીર ખાન પ્રોડક્શનને આ તક મળી છે કે, તેની ફિલ્મ ભારતની ઓફિશિયલ એન્ટ્રી બનીને ઓસ્કારની રેસમાં સામેલ થઈ રહી છે. હવે 'લાપતા લેડીઝ'ની સફર ઓસ્કારમાં ક્યાં સુધી પહોંચે છે તેના પર તમામની નજર રહેશે.
ફિલ્મના અભિનેતા રવિ કિશને 'લાપતા લેડીઝ'ને ભારતની ઓફિશિયલ ઓસ્કાર એન્ટ્રી થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, 'મારા માટે આ એક સ્વપ્ન સાકાર થવાની ક્ષણ છે. આ સૌથી મોટું સન્માન છે અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય આટલે દૂર સુધી પહોંચી શકીશ. આ મારા જીવનના સૌથી સારા અને સૌથી મોટા સમાચાર છે. આ ફિલ્મ ભારતનું પ્રતિબિંબ છે અને મહિલા સશક્તિકરણને સૌથી સુંદર રીતે બતાવે છે. આ એક ભારતીય ફિલ્મ છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp