TikTok સ્ટાર કીર્તિ પટેલ અને સાહિત્યકાર દેવાયત ખાવડ વચ્ચે થયું શાબ્દિક યુદ્ધ
ગુજરાતની TikTok સ્ટાર કીર્તિ પટેલ અને સાહિત્યકાર દેવાયત ખાવડ વચ્ચે સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ થઇ રહ્યું છે. બંને એક બીજાના નામ લીધા વગર એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે.
દેવાયત ખાવડે ચાલુ ડાયરામાં કહ્યું હતું કે, TikTok પર આવ્યું છે ને હું એનું નામ નહીં દઉ હીરો થઇ જઈએ એટલે, એને હજારો વંદન. એને કીધું ગુજરાતનો કોઈ એવો યુવાન નથી પણ એને કહી દેજો કે, રણો રાણાની રીતે છે ભાઈ. હાથીએ ચઢીને આવે અને ઘોડે ચઢીને આવે, રાણાને ઘોડે ન ચઢવાનું ભાઈ. ખાલી આંખ મિલાવે ત્યાં ખબર પડી જાય છે કે, કેટલામાં છે.
દેવાયત ખાવડના ચાલુ ડાયરામાં આ નિવેદન પછી કીર્તિ પટેલે વીડિયો અપલોડ કરીને કહ્યું હતું કે, ડાયરા કરતા મોટા સાહિત્યકાર છે જેનું હું નામ નહીં લઉં, નહીં તો પાછા હીરો થઇ જાય. એ જે કોઈ પણ હોય એને આપણા લાખ-લાખ વંદન છે. એ સાહિત્યકાર જ કહેનારા કે, જે માર્કેટમાં ચાલી ગયા હોય તેનો જ વિરોધ થાય છે. તો સાહિત્યકાર ભાઈ તમારા એ બધા વિચારો અને શબ્દો ક્યા ગયા માર્કેટમાંથી તમે ખાલી પૈસા કમાવવા માટે સાહિત્યકાર થઇને જ્ઞાન બાટો છો બધાને અને તમે એમ કહો છો કે, મારા ડાયરા સાંભળવા પરમીશન લઇને આવ્યા હોય તે જ બેસજો નહીં તો પોચા પગે ચાલ્યા જજો.
કીર્તિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આટલા મોટા સાહિત્યકાર થઇને તમે ખોટી શીખ આપતા હોયને તો હું કહું છું કે, ડાયરા તમારે બંધ કરી દેવા જોઈએ કારણ કે, તમે પૈસા કમાવવા માટે કરો છો સાચુ જ્ઞાન બટવા માટે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp