26th January selfie contest

સૌથી વધુ ઍવોર્ડ જીતવાનો રૅકોર્ડ છે કિશોર કુમારના નામે

13 Oct, 2017
03:31 PM

ગાયકી અને અભિનયના બેજોડ બાદશાહ કિશોર કુમારે 30 વર્ષ પહેલા આજના દિવસે ફાની દુનિયા છોડી હતી. તેઓ હયાત નથી પણ તેમના ગીતો આજે પણ લોકોના મુખે સાંભળવા મળે છે. કિશોર કુમારના નામે સૌથી વધુ બેસ્ટ સિંગરના ઍવોર્ડ જીતવાનો પણ ગિનિસ બૂક ઓફ રૅકોર્ડ છે. તેમણે 8 વાર ફિલ્મફેર ઍવોર્ડ મેળવ્યો છે. પ્રથમ ઍવોર્ડ 1969માં આવેલી ફિલ્મ 'આરાધના'ના 'રૂપ તેરા મસ્તાના' ગીત માટે જીત્યો હતો. સાથે જ 27 વાર નોમિનેટ પણ થયા છે.