ભાઈજાનના ફેનને મજા પડી જવાની, સલમાનની આગામી ફિલ્મનું ધમાકેદાર ટીઝર રીલિઝ

ફિલ્મઃ કીસી કા ભાઈ કીસી કી જાન

ડિરેક્ટરઃ ફરહાદ સમજી

પ્રોડ્યૂસરઃ સલમા ખાન

કાસ્ટઃ સલમાન ખાન, વેંકટેશ, પૂજા હેગડે, શેહનાઝ ગીલ

રીલિઝ ડેટઃ ઈદ 2023

સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર રીલિઝ થયું છે. સલમાનના આ નવા લુકની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. લાંબા વાળ, દાઢી અને ચશ્મા પહેરીને સલમાનનું ટશન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ટીઝર વિડિયોમાં સલમાનનું લુક એકદમ કાતિલ છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે.

સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું લુક ટીઝર રીલિઝ કર્યુ છે. આ લુક પહેલાં રીલિઝ થઈ ગયુ છે, પરંતુ ટીઝરમાં સલમાનનો સ્વેગ અને ટશન જોવા મળી રહ્યુ છે.

સલમાન ખાનના લુક ટીઝરે ભાઈજાનના ફૅન્સનો દિવસ બનાવી દીધો છે. ભાઈજાનની આ ફિલ્મની રીલિઝને હજી વાર છે. ત્યાં સુધી તેના ફૅન્સમાં એક્સાઇટમેન્ટ બનાવવા માટે તે આ વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં સલમાનની સ્વેગની સાથે એન્ટ્રી થતી જોવા મળી રહી છે. ત્યાર બાદ સલમાન બ્રાઉન શર્ટ અને ડેનિમ જિન્સમાં ફુલઓન ટશનથી વોક કરતો જોવા મળી રહ્યો છે. તેના લાબા વાળવાળું કિલર લૂક્સ તેના ફેન્સને દીવાના કરી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાનના લૂક્સની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. ટીઝર વિડિયોમાં સલમાનના લુકની સાથે બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે. ફેન્સની સાથે સેલિબ્રિટીઝ પણ સલમાનના આ લૂકથી ઇમ્પ્રેસ છે. હંસિકા મોટવાણીએ ફાયરની ઇમોજી શર કરી હતી. સિદ્ધાર્થ નિગમે ભાઈ જાન લખ્યુ હતુ. સલમાનની પોસ્ટ પર ઘણાં લોકો બોસ, ફાયર અને હાર્ટની કમેન્ટ પોસ્ટ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp