'દૃશ્યમ 2' માટે તબ્બુએ 3.5 કરોડ રૂપિયા ફી લીધી, જાણો અજય દેવગણે કેટલા લીધા

PC: zeenews.com

હાલમાં જ અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ 2' સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે, જેમાં તબ્બુ, અક્ષય ખન્ના, શ્રિયા સરન અને ઈશિતા દત્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ટૂંક સમયમાં 'દૃશ્યમ 2' 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. તેવામાં આ ક્રાઈમ થ્રિલર ફિલ્મના કયા સ્ટાર્સે કેટલી ફી વસૂલ કરી છે તે અંગે વાત કરીએ.

વાત કરીએ તબ્બુની તો તેણે દૃશ્યમ અને 'દૃશ્યમ 2' ફિલ્મમાં જેણે મીરા દેશમુખ-પૂર્વ આઈજીનો રોલ નિભાવ્યો છે. તેણે મીડિયા રિપોર્ટ્સના કહેવા પ્રમાણે ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયાની ફીસ લીધી છે. જ્યારે ફિલ્મના ડાયરેક્ટરે અભિષેક પાઠકે 'દૃશ્યમ 2' ફિલ્મમાં અક્ષય ખન્નાની નવી એન્ટ્રી કરી છે. ફિલ્મમાં તે એક પોલીસ ઓફિસરના પાત્રમાં છે અને મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે તેણે પોતાના આ પાત્ર માટે 2.5 કરોડ રૂપિયાની ફીસ લીધી છે. 

2015ના વર્ષમાં રીલિઝ થયેલી દૃશ્યમ ફિલ્મમાં અંજુ સલગાંવકરની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ ઈશિતા દત્તાએ ફિલ્મની સિક્વલમાં પોતાના પાત્રને આગળ વધાર્યું છે અને તેણે પોતાના આ પાત્ર માટે 1.2 કરોડ રૂપિયાની ફીસ લીધી હોવાનું જાણવામાં આવ્યું છે. હવે વાત કરીએ એક્ટ્રેસ શ્રિયા સરનની તો તેણે પોતાની ભૂમિકાથી લોકોને ઘણા ઈમ્પ્રેસ કર્યા છે અને શ્રિયાએ વિજય સલગાંવકરની પત્નીના રોલ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે.

મૃણાલ જાધવ, જે ફિલ્મમાં વિજય સલગાંવકરની નાની છોકરીના પાત્રમાં જોવા મળી છે તેણે તેના આ પાત્ર માટે 50 લાખ રૂપિયાની ફી લીધી હોવાનું જાણવામાં આવ્યું છે. હવે ફિલ્મના મુખ્ય પાત્ર વિજય સલગાંવકર ઉર્ફ અજય દેવગણની વાત કરીએ તો અજયે આ ફિલ્મ માટે 30 કરોડ રૂપિયાની તગડી રકમ ફીસ તરીકે લીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ 86.49 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ ‘'દૃશ્યમ 2'’ એ જ નામની મલયાલમ ફિલ્મની રિમેક છે. ચાહકો પણ ઘણા વર્ષોથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મને પણ ખૂબ સારા રિવ્યુ મળી રહ્યા છે. ત્રણ દિવસમાં, ફિલ્મે કાર્તિક આર્યન સ્ટારર ભૂલ ભુલૈયા 2ને પણ માત આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp