અજય દેવગણના પૈસા બચાવવા માટે કાજોલ કરે છે આ કામ

PC: instagram.com

પતિઓને ઘણી વખત પૂછવામાં આવે છે કે શું તેમની પત્ની પૈસા બચાવવામાં તેમની મદદ કરે છે કે નહીં કારણ કે મહિલાઓ પાસેથી એવી આશા રાખવામાં આવતી હોય છે કે તેઓ બચતના મામલે થોડી કાચી હોય છે. જોકે બોલિવુડમાં એક એવી સ્ટાર વાઈફ છે, જે આ કળામાં ઘણી માહિર છે. આ બીજી કોઈ નહીં પરંતુ અજય દેવગણની પત્ની કાજોલ છે, જે પતિના પૈસા બચાવવા માટે સસ્તો સામાન ખરીદવાનું  પસંદ કરે છે.

એવું અમે નહીં પરંતુ જાતે કાજોલે કબલૂ કર્યું છે. અસલમાં આ આખો મામલો કરણ જોહરના જાણીતા શો કોફી વીથ કરણનો છે, જ્યાં અજય દેવગણના વૈવાહિક જીવન પરથી પડદો ઉઠાવતા તેની અને કાજોલ અંગેની એવી વાતો જણાવી હતી, જેનો ક્યારેક ને ક્યારેક દરેક જણાએ સામનો કર્યો જ હશે. આ એપિસોડમાં જ્યારે કરણે અજયને પૂછ્યું કે, કાજોલ પૈસા બચાવે છે કે નહીં, તો તેના જવાબમાં અજયે કહ્યું હતું કે, કાજોલને પોતાના માટે પૈસા ખર્ચવાનું પસંદ નથી અને ન તો તેને મોંઘી ગિફ્ટો જોઈએ છે. તે અન્ય સિલેબ્સથી અલગ દરેક બ્રાન્ડ પહેરવામાં માનતી નથી.

તે પૈસા બચાવવા માટે ઓનલાઈન સસ્તા સામાનની ખરીદી કરે છે. એટલે સુધી કે તે પોતાની બહેન તનીષા પાસેથી પણ મોંઘા સામાનને લેવાની ના પાડી દે છે. આ વાતનો જવાબ આપતા કાજોલ કહે છે કે- તે માત્ર સાર્વજનિક જગ્યાએ મોંઘો સામાન પહેરે છે અને તે એવી જ વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે જેમાં તે આરામથી રહી શકે. તેને વસ્તુઓ પર નકામો ખર્ચો કરવાનું પસંદ નથી. જોકે તેણે કહ્યું હતું કે એવું સહેજ પણ નથી કે પોતાના પર પૈસા ખર્ચ ના કરવા જોઈએ પરંતુ ખર્ચ કરવાની સાથે બચત કરવી પણ ઘણી જરૂરી છે.

આ વાતની સરાહના કરતા પોતાને અપડેટ રાખવા માટે ફેશનેબલ વસ્તુઓને ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ આ દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખે છે કે એ જ પૈસા તમારે વાપરવા જોઈએ જે ઘર ચલાવવાના ખર્ચા કર્યા પછી વધ્યા હોય. પોતાના ઘરનું પહેલા એક બજેટ નક્કી કરી લેવું જોઈએ, જેથી તમારે દર મહિને એટલા રૂપિયા સિવાય કેટલા રૂપિયાની બચત કરો છો તે પણ જાણી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp