અનંત-રાધિકાના 'જામનગર ઉત્સવ' પહેલા,રાજસ્થાનના શ્રીનાથજીમાં શા માટે સગાઇ કરી,જાણો

PC: ndtv.in

ગુજરાતનું જામનગર 1-3 માર્ચ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વેના ઉત્સવનું આયોજન કરવા માટે દરેક રીતે તૈયાર છે.

અનંત અને રાધિકાએ 2022માં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારા શહેરમાં શ્રીનાથજી મંદિરમાં પરંપરાગત 'રોકા' સમારોહમાં સગાઈ કરી હતી.

પરંતુ શું તમે જાણો છો કે આ મંદિર અંબાણી પરિવાર માટે આટલું મહત્વનું કેમ છે? હકીકતમાં, આ મંદિર પરિવારના દેવતા શ્રીનાથજીને સમર્પિત છે.

પરિવાર દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સગાઈ પછી યુવક દંપતીએ તેમના લગ્ન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ લેવા મંદિરમાં એક દિવસ વિતાવ્યો હતો.

ઑક્ટોબર 2022માં, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરથી 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે નાથદ્વારા મંદિરના મહંત વિશાલ બાબાએ કહ્યું હતું કે, 'આ શ્રીજી માટે 5G છે.'

મુકેશ અંબાણીએ સપ્ટેમ્બરમાં મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાંથી રાજસ્થાનમાં 5G સેવાઓ શરૂ કરવાનું વચન આપ્યું હતું. 2015માં પણ 4G સેવા શરૂ થયા પહેલા મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી.

મંદિરની વેબસાઈટ અનુસાર, શ્રીનાથજીની મૂર્તિ 1665માં વૃંદાવન નજીક ગોવર્ધનથી રાજસ્થાન લાવવામાં આવી હતી. વેબસાઈટ આગળ જણાવે છે કે 'પ્રતિમા મેવાડની યાત્રા પર નીકળી હતી, જેને પૂર્ણ થવામાં 32 મહિના લાગ્યા હતા. ભગવાનને નાથદ્વારામાં સ્થાયી કરવાના નિર્ણયમાં એક રસપ્રદ વાર્તા સામેલ છે. જ્યારે ભગવાનને લઈ જતા રથનું પૈડું સિહાર નામના સ્થળે કાદવમાં ફસાઈ ગયું, ત્યારે રાણાએ તેને દૈવી સંકેત તરીકે જોયું કે, ભગવાન કૃષ્ણ અહીં સ્થાયી થવા માગે છે અને આ રીતે આ સ્થાન પર મંદિર અને પવિત્ર શહેરનું નિર્માણ થયું.' તેમાં કહેવામાં આવ્યું છે કે, 1672માં ભગવાન શ્રીનાથજીની સ્થાપના બનાસ નદીના કિનારે સિહાદ ગામમાં બનેલા નવા મંદિરમાં કરવામાં આવી હતી, જેને હવે નાથદ્વારા કહેવામાં આવે છે.

જામનગરમાં યોજાનાર ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના VVIPઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. મહેમાનોની યાદીમાં મેટાના CEO માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના CEO ટેડ પિક, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના CEO બોબ ઈગર, બ્લેકરોકના CEO લેરી ફિંક, એડનોકના CEO સુલતાન અહેમદ અલ જાબેર અને EL રોથ્સચાઈલ્ડના ચેરમેન લીન ફોરેસ્ટર D રોથ્સચાઈલ્ડનો સમાવેશ થાય છે.

ભારતમાંથી VVIP ગેસ્ટ લિસ્ટમાં કુમાર મંગલમ બિરલા, ઉદય કોટક, અદાર પૂનાવાલા, સુનિલ મિત્તલ, આધ્યાત્મિક નેતા સદગુરુ, સચિન તેંડુલકર અને પરિવાર, MS ધોની અને પરિવાર, રોહિત શર્મા, KL રાહુલ, અમિતાભ બચ્ચન અને પરિવાર, રજનીકાંત અને પરિવાર, શાહરૂખ ખાન અને પરિવાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને કેટરિના કૈફ અને માધુરી દીક્ષિતનો સમાવેશ થાય છે.

રિહાન્ના અને જાદુગર ડેવિડ બ્લેન સહિતના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય કલાકારો લગ્ન પહેલાના ઉત્સવોમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. ટોચના ભારતીય સંગીતકારોમાં અરિજીત સિંહ, અજય-અતુલ અને દિલજીત દોસાંઝનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp