શું બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે કૃતિ સેનન? વાયરલ વેકેશનની તસવીરથી..

PC: jagran.com

બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન એમ તો પોતાની અદાકારી અને અદાઓ માટે સોશિયલ મીડિયા પર મોટા ભાગે લાઇમલાઇટનો હિસ્સો બનેલી રહે છે, પરંતુ આ વખત એક્ટ્રેસ પોતાની લવ લાઇફ માટે ચર્ચામાં આવી ગઇ છે. થોડા સમય અગાઉ એવા રિપોર્ટ્સ વાયરલ થયા હતા કે કૃતિ સેનન, UK બેઝ્ડ બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે. પરંતુ એક્ટ્રેસે આ સમાચારો પર કોઇ પ્રકારનું રીએક્શન ન આપ્યું તો વાત આવી અને ગઇ જેવી થઇ ગઇ. તો હવે કૃતિ સેનનની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં તે કબીર સાથે વિદેશમાં વેકેશન એન્જોઇ કરતી નજરે પડી રહી છે.

રેડિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કૃતિ સેનનની કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે, જેને ગ્રીક આઇસલેન્ડ માયકોનોસની બતાવવામાં આવી રહી છે. વાયરલ તસવીરમાં કૃતિ સેનન ઓરેન્જ કલરનો સિઝલિંગ ટોપ અને ડેનિમ શોટ્સ પહેરીને નજરે પડી રહી છે. કબીર બહિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એ જ જગ્યાના સુંદર સીનની તસવીર શેર કરી છે, જ્યાંથી કૃતિ સેનનની તસવીર વાયરલ થઇ રહી છે. આ જ વાયરલ તસવીરોના બિન્દુઓને જોડીને લોકોએ એવા અનુમાન લગાવવાના શરૂ કરી દીધા કે કૃતિ સેનન માયકોનોસમાં કબીર સાથે હતી. જો કે, કબીર બહિયા અને કૃતિ સેનને આ અફવાઓ પર કોઇ પ્રકારનું રીએક્શન આપ્યું નથી.

Kriti sanon in greece
byu/AZIDORY inBollyBlindsNGossip

કોણ છે કબીર બહિયા?

કબીર બહિયાને લઇને વધારે કોઇ જાણકારી નથી, પરંતુ કહેવામાં આવે છે કે તે એક બિઝનેસમેન છે. તે લંડનમાં રહે છે. કબીર બહિયાના પિતા કૂલજિંદર બહિયા UK બેઝ્ડ ટ્રાવેલ એજન્સી સાઉથહૉલ ટ્રાવેલ કંપનીના માલિક છે. કબીર બહિયાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોશો તો તેની ઘણી તસવીર ભારતીય ક્રિકેટર્સ સાથે જોવા મળી જશે. કબીર બહિયાની મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા સાથે ઘણી તસવીર ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે. તે રાજસ્થાનમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્નમાં સામેલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp