કોઈ હીરો નહિ પણ આ છે સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી, આ વર્ષે 4000 કરોડની કમાણી

PC: instagram.com/kyliejenner/

અમેરિકાની રિયાલીટી ટીવી સુપરસ્ટાર અને કોસ્મેટીક બિઝનેસ ટાયકૂન કાઈલી જેનરને ફોર્બ્સ મેગેઝીને વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી જાહેર કરી છે. આ મેગેઝીન પ્રમાણે, 23 વર્ષની કાઈલીએ આ વર્ષે 540 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ 40 અબજ રૂપિયાની કમાણી કરી છે.

કાઈલીની ચોંકાવી દેનારી કમાણીનો અંદાજો તેના પરથી જ લગાવી દેવામાં આવી શકે છે કે નીચે હાજર ટોપ ચાર સિલેબ્સની કમાણી પણ કાઈલીથી વધારે નથી. કાઈલી પછી અમેરિકન રેપર કેન્યી વેસ્ટ, મશહુર ટેનિસ પ્લેયર રોજર ફેડરર, પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીનું નામ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kylie 🤍 (@kyliejenner)

આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાના રેપર કેન્યે વેસ્ટનું નામ છે. તેણે આ વર્ષે 170 મિલિયન ડોલર્સ એટલે કે સાડા 12 અબજની કમાણી કરી છે. વેસ્ટ અને કાઈલી જીજા-શાળી થાય છે. કેન્યે આ પહેલા એ વખતે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે પોતાને અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી હતી, જોકે તેણે થોડા દિવસોમાં પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Kylie 🤍 (@kyliejenner)

તે સિવાય વર્ષ 2020માં ફોર્બ્સના ટોપ 10 લિસ્ટમાં રેસલર અને હોલીવુડના એક્ટર ડ્વેન જ્હોનસન, બ્રાઝીલના જાણીતા ફૂટબોલર નેમાર, અમેરિકન એક્ટર ટેલર પેરી અને અમેરિકાની રેડિયો અને ટીવી પર્સનાલિટી હાર્વર્ડ સ્ટેન જેવા સિલેબ્સ સામેલ છે. મતલબ કે ફોર્બ્સ અને કાઈલી વચ્ચેનો વિવાદ પણ સામે આવ્યો હતો. અસલમાં કેટલાંક વર્ષો પહેલા ફોર્બ્સે કાઈલીને સૌથી યંગ અબજપતિનો દાવો કરતી એક કવર સ્ટોરી કરી હતી પરંતુ આ વર્ષે મે મહિનામાં ફોર્બ્સે કાઈલીને લઈને રિપોર્ટ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તેણે તેની સંપત્તિને લઈને જૂઠુ બોલ્યું હતું, જેથી તે ફોર્બ્સના કવર પેજ પર આવી શકે. કાઈલી ફોર્બ્સની આ રિપોર્ટથી ઘણી નાખુશ જોવા મળી હતી અને તેણે તેની સાથે જોડાયેલા કેટલાંક ટ્વીટ પણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp