ઓસ્કારમાં પસંદ પામેલી લાપત્તા લેડીઝની પટકથા આ ગુજરાતી છોકરીએ લખી છે

PC: twitter.com

બોલિવુડ અભિનેતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસે બનાવેલી અને કિરણ રાવે ડિરેક્ટ કરેલી  લાપતા લેડીઝ હિંદી ફિલ્મ ઓસ્કારમાં પહોંચી ગઇ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ઓસ્કાર 2025માં ભારતની લાપત્તા લેડીઝ ફિલ્મની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મની પટકથા એક ગુજરાતી છોકરીએ લખી છે અને આ પહેલી ફિલ્મ લખી જે ઓસ્કાર માટે પસંદગી પામી

સ્નેહા દેસાઇએ મુંબઇમાં ઉછરેલી છે અને ગુજરાતી પરિવારની દીકરી છે. સ્નેહાએ લાપત્તા લેડીઝથી ફિલ્મ રાઇટીંગમાં ડેબ્યુ કર્યું અને પહેલી જ ફિલ્મ ઓસ્કારમાં પહોંચી ગઇ.સ્નેહાએ 2 હિંદી ફિલ્મો લખી છે એક લાપત્તા લેડીઝ અને બીજી મહારાજ. તેણે 4 ટીવી સિરિયલ પણ લખી છે અને અત્યારે પુષ્પા ઇમ્પોસીબલ સિરિયલ પણ લખી રહી છે.તેણીએ 18 નાટકો લખ્યા છે અને 2200 નાટકોમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp