અયોધ્યામાં જન્મેલી આ 33 વર્ષીય હિરોઈને પ્રાણ પ્રતિષ્ઠામાં પહેરી ખાસ જ્વેલરી
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દક્ષિણથી રજનીકાંત, રામચરણ, ચિરંજીવી, ધનુષ, ઋષભ શેટ્ટી અને સુમન તલવાર જેવા ઘણા સેલિબ્રિટી હજાર રહ્યા હતા. જો કે, આ સૌથી લોકપ્રિય હસ્તીઓ છે એટલે લોકોની નજરો તેમના પર ટકેલી રહી, પરંતુ આ મોટા ઉત્સવને લાવણ્યા ત્રિપાઠીએ ખાસ પ્રકારે સેલિબ્રેટ કર્યો છે. જી હા તેણે પણ 22 જાન્યુઆરીના શુભ રામ મંદિર અભિષેક સમારોહની ઉજવણી કરી અને આ અવસર પર પોતાની કેટલીક ઝલક પણ શેર કરી.
લાવણ્યા ભલે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ન પહોંચી હોય, પરંતુ 22 જાન્યુઆરીએ તેણે ખાસ પ્રકારે ઉજવણી કરી. આ દરમિયાન તેણે પોતાને એવી રીતે સજાવી જેમ કે લોકો દિવાળી પર નવા વસ્ત્ર અને આભૂષણ પહેરે છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી છે અને પોતાના જીવનમાં અયોધ્યાના મહત્ત્વ બાબતે જણાવ્યું. લાવણ્યા ત્રિપાઠી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોએ બધાનું ધ્યાન ખેચ્યું અને લોકોની નજરો તેમની ફેમિલીની જ્વેલરીથી હટી રહી નથી.
પ્રાણ પ્રતિષ્ઠાવાળા દિવસે લાવણ્યએ વિશેષ રૂપે ક્યૂરેટેડ રામ પરિવાર હાર અને ઝૂમખા પહેર્યા હતા. સેંથામાં સિંદુર ભર્યું અને હાથમાં બંગડી પહેરીને લાવણ્યા ખૂબજ સુંદર દેખાઈ રહી છે. લાવણ્યા ત્રિપાઠીએ રામ મંદિર ઉદ્વઘાટન કાર્યક્રમના અવસર પર પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે પારંપારિક રેશમની સાડી અને એક સોનાનો હાર પહેરેલી નજરે પડી રહી છે. જેમા સીતા રામ, લક્ષ્મણ અને ભગવાન રામને દર્શાવવામાં આવ્યા છે.
તસવીરો સાથે લાવણ્યાએ એમ પણ કહ્યું કે, તેનો જન્મ અયોધ્યામાં થયો હતો અને તે આ ઐતિહાસિક દિવસની સાક્ષી બનીને પોતાને ભાગ્યશાળી અનુભવી રહી છે. તેણે લખ્યું કે, 'ભગવાન રામના દિવ્ય નિવાસ અયોધ્યામાં જન્મ લેવાના કારણે હું આ શુભ અવસરની સાક્ષી બનવા માટે અવિશ્વસનીય રૂપે ભાગ્યશાળી અનુભવી રહી છું. એ મારા અને બધા સાથી ભારતવાસીઓ માટે ખૂબ ગર્વની ક્ષણ છે. કેમ કે આપણે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા.'
પોતાના આભૂષણો બાબતે બતાવતા તેણે લખ્યું કે, રામ પરિવારના આભૂષણ પહેરવાથી આ ખુશીના અવસર પર વ્યક્તિગત સ્પર્શ જોડાઈ જાય છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ન માત્ર અયોધ્યા માટે, પરંતુ આખા દેશ માટે મહત્ત્વ રાખે છે. આ એક એવો સમય છે જ્યારે આખો દેશ ભગવાન રામની દિવ્ય ઉપસ્થિતિઓનું સેલિબ્રેશન મનાવવા અને આનંદ મનાવવા એક સાથે આવે છે. આ એક એવી ક્ષણ છે જે આપણાં બધાને એકજૂથ કરે છે.
લાવણ્યાએ કહ્યું કે, એ પોતાના બધા નાગરિકો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે અને આપણાં વિવિધાતાવાળા દેશને એક સાથે રાખનારા બંધનોને મજબૂત કરે. આપણાં હોઠો પર જય શ્રીરામ અને ભક્તિ ભરેલા દિલ સાથે આવો આપણે શાંતિ, સમજ અને સદ્વભાવના માટે પ્રાર્થના કરીએ. અયોધ્યા અને આખા ભારતમાં જય શ્રીરામ. લાવણ્યા ત્રિપાઠી મુખ્ય રૂપે તેલુગુ ફિલ્મ જગતમાં કામ કરે છે. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં તેલુગુ એક્ટર વરુણ તેજ કોનિડેલા સાથે લગ્ન કર્યા હતા. લાવણ્ય અને વરુણ હાલમાં જ પોતાની પહેલી સંક્રાંતિ મનાવવા બેંગ્લોર ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp