આ એક્ટ્રેસના પ્રેમમાં હતો મુનવ્વર, તેના લગ્નથી તૂટ્યું દિલ, બોલ્યો- તકલીફ થાય છે

PC: thewire.in

મુનવ્વર ફારૂકીએ  એક રસપ્રદ ખુલાસો કર્યો છે. મુનવ્વર ફારૂકીએ કહ્યું કે, તેને એક છોકરી સાથે પ્રેમ હતો પરંતુ તેના લગ્ન થઇ ગયા છે. મુનવ્વર ફારૂકી અંતે કેટરીના કેફના નામનો ખુલાસો કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે.

 મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેન્ડ કોણ છે ? એ દરેક જાણવા ઈચ્છે છે. કોમેડિયને હાલમાં જ શોમાં પોતાની  લવ લાઈફની સ્ટોરી જણાવીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ હતું. મુનવ્વર ફારૂકીએ જણાવ્યું હતું કે, તે એક છોકરીને ખૂબ જ પસંદ કરતો હતો પરંતુ હવે તેના લગ્ન થઇ ગયા છે. મુનવ્વર ફારૂકીએ કહેલી સ્ટોરીના અંતમાં તેના ચાહકોને ખબર પડી કે તે છોકરી કોઈ બીજી નહીં પરંતુ બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ કેટરીના કેફ છે.

શું કેટરિના કૈફ સાથે હતો મુનવ્વર ફારૂકીને પ્રેમ ?

જોકે શોની વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક અજમા ફ્લ્લાહ મુનવ્વર ફારૂકીને પૂછે છે કે, શું તેને લોકઅપની બહાર કોઈ છોકરી પસંદ છે ? જેના જવાબમાં મુનવ્વર ફારૂકી સીરિયસ ટોનમાં હામી ભરે છે. અજમા કોમેડિયનને આગળ પૂછે છે કે, તો તે આ વિશે તેને કોઈ દિવસ જણાવ્યું નથી ? જે સવાલનો મુનવ્વર જવાબ આપે છે કે, તે પોતે પણ શ્યોર નથી કે, તે તેને સાચે જ પ્રેમ કરે છે કે નહીં.

મુનવ્વર ફારૂકીએ વધુમાં જણાવ્યું કે, કેવી રીતે કહું મેં તને, તેને પણ નથી ખબર. પરંતુ તેણે લગ્ન કરી લીધા છે. જે વાત પર અજમા કહે છે કે, જો તેના લગ્ન થઇ ગયા હોય તો પછી તું તેને શું કામ પસંદ કરે છે ? મુનવ્વર ફારૂકી જવાબ આપે છે કે, પસંદ તો હોય જ ને દિલ તૂટી ગયું હતું આખું. હમણાં જ ત્રણ-ચાર મહિના પહેલા તેના લગ્ન થયા.

અજમા મુનવ્વરને સહાનુભુતિ બતાવતા પૂછે છે કે, આ છોકરીના લગ્ન પર તેનું શું રિએકશન હતું. મુનવ્વર ફારૂકી જવાબ આપતા જણાવે છે કે, મારું શું રીએક્શન હશે. તેના લગ્નની સ્ટોરી મીડિયામાં હતી. મને ખૂબ જ ખરાબ લાગ્યું, હું તેને ઈગ્નોર નહીં કરી શક્યો, કારણકે જ્યારે પણ હું મોબાઈલમાં જોતો હતો, ત્યારે મને તેના લગ્નના ફોટો અને સમાચારો દેખાતા હતા. ઇન્ટરનેટ પર ફક્ત તેના લગ્નની ચર્ચા હતી.



મુનવ્વર પોતાની સ્ટોરી પરથી સસ્પેન્સ દુર કરીને અજમાને જણાવે છે, તું તેને જાણતી હશે, કેટરીના કેફને જાણે છે ? ત્યારે અજમા અને તેના ચાહકોને સમજમાં આવે છે કે , મુનવ્વર તો મજાક કરી રહ્યો હતો. જોકે મુનવ્વર ફારૂકી કહે છે કે, તે કેટરીનાને ખૂબ જ વધુ પસંદ કરતો હતો અને પ્રેમ કરતો હતો.

મુનવ્વરની સ્ટોરીને તેના ચાહકો પણ સાચી માનીને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આ વાયરલ વિડીયો પર એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે, મને લાગ્યું સાચે જ કોઈ હશે. એક બીજા યૂઝરે લખ્યું મે સીરિયસ થઇને સાંભળી રહ્યો હતો. એક બીજા યૂઝરે લખ્યું હતું કે, ખૂબ જ હાર્ડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp