26th January selfie contest

વેલેન્ટાઈન પર રીલિઝ થયેલી ‘લવ આજ કલ’ જોવા જતા પહેલા વાંચી લો કેવી છે આ ફિલ્મ

PC: khabarchhe.com

તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર યુવાઓનું રિલેશનશીપ સ્ટેટસ જોયું હશે ‘ઈટ્સ કોમ્પિકેટેડ’. ઈમ્તિઆઝ અલીની ‘લવ આજ કલ’ પણ પ્રેમ અને રિલેશનશીપના તે જ કોમ્પ્લિકેશનને દર્શાવે છે. પ્રેમ અઘરો છે અને તે ક્યારેય પરફેક્ટ નહીં હોય શકે. ફિલ્મના નિર્દેશક ઈમ્તિઆઝ અલીએ આ મુદ્દા પર ‘લવ આજ કલ’ને બનાવી છે.

આજથી 11 વર્ષ પહેલા દીપિકા-સૈફની ફિલ્મ આ જ નામે આવી હતી. જેમાં પણ બે દશકાના પ્રેમની કહાનીઓને વર્ણવામાં આવી હતી. આ વખતે પણ ઈમ્તિઆઝ તેની આ ફિલ્મમાં એ જ ફોર્મેટની સાથે આગળ વધે છે. પણ આ વખતે તેણે કોમ્પ્લિકેશનને વધારે ગૂંચવી નાખી છે કે દર્શકો ફિલ્મની સ્ટોરીને પોતાની સાથે જોડી શકતા નથી.

સ્ટોરીઃ

પહેલી ફ્રેમથી જ સ્ટોરી પાસ્ટ અને પ્રેસેન્ટમાં સાથે ચાલે છે. કરિયર ઓરિએન્ટેડ ઝોઈ(સારા અલી ખાન) આજના સમયની યુવતી છે. જે કોઈપણ સીરિયસ રિલેશનશીપમાં એટલા માટે નથી રહેવા ઈચ્છતી કારણ કે તે તેના કરિયરમાં બાધા નહીં બની જાય. એક રાતે તેની મુલાકાત પોતાની જ દુનિયામાં ખોવાયેલા વીર(કાર્તિક આર્યન) સાથે થાય છે. તે એક પ્રોગ્રામિંગ એન્જિનિર હોય છે. ઝોઈ અને વીરની મુલાકાત થાય છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે.

ઝોઈ જ્યાં કામ કરે છે તે જગ્યાનો માલિક રઘુ(રણદીપ હુડ્ડા) હોય છે. જે ઝોઈને તેના 90ના દશકાની પ્રેમ કહાની અંગે વાત કરે છે. 90ના દશકાનો રઘુ(કાર્તિક આર્યન, રણદીપ હુડ્ડાની યુવાવસ્થા) ઉદયપુરમાં તેની ક્લાસમેટ લીના(આરુષિ શર્મા)ના પ્રેમમાં પડી જાય છે. બંને તે સમયમાં તેમના લવ અફેરને કારણે બદનામ થઈ જાય છે. ઝોઈ પર રઘુ અને લીનાની લવ સ્ટોરીનો એવો પ્રભાવ પડે છે કે તે વીરની તેની જિંદગીમાં અગત્યતા સમજી જાય છે. આગળ શું થાય છે તે માટે ફિલ્મ જોવી પડશે.

અભિનયઃ

સ્મોલ ટાઉન સ્કૂલ બૉયના રૂપમાં કાર્તિક સારો લાગે છે. પણ વીરના પાત્રમાં તેને કંઇ ખાસ તક મળતી નથી. ઝોઈના રૂપમાં સારા સુંદર અને આત્મવિશ્વાસી લાગી, પણ તે અમુક જગ્યાએ લાઉડ બની જાય છે. ફિલ્મનું સંગીત તેનો પ્લસ પોઈન્ટ છે. નવોદિત આરુષિ શર્મા લીનાના પાત્રમાં સહજ અને સુંદર અભિનય કરે છે. તે પોતાનું પાત્ર ભજવવામાં સફળ રહી. રણદીપ હુડ્ડાને ફિલ્મમાં વધારે સ્ક્રીન મળી નથી. જો તમે સારા અલી ખાન, કાર્તિક આર્યન અને ઈમ્તિઆઝની ફિલ્મોના પ્રશંસક હોઉં તો જ ફિલ્મ જોઈ શકો છો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp