23 વર્ષ નાની યુવતીને કર્યો પ્રેમ, પત્નીને આપ્યા છૂટાછેડા, હવે ગર્લફ્રેન્ડ દૂર થઈ
અરબાઝ ખાનની 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ તેમના સંબંધોને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જ્યોર્જિયાએ જણાવ્યું હતું કે, તેનું અરબાઝ ખાન સાથે બ્રેકઅપ થઈ ગયું છે. બંને થોડા વર્ષોથી રિલેશનશિપમાં હતા. અરબાઝ ખાને વર્ષ 2017માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા. હવે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ પણ આ સંબંધથી મોં ફેરવી લીધું છે.
બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન તેની કારકિર્દી કરતાં તેના અંગત સંબંધો માટે વધુ ચર્ચામાં રહે છે. અરબાઝ ખાને તેની પત્ની મલાઈકા અરોરાને વર્ષ 2017માં છૂટાછેડા આપી દીધા હતા. આ પછી અરબાઝ ખાન તેનાથી 23 વર્ષ નાની તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો હતો. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે.
હવે જ્યોર્જિયા અને અરબાઝ ખાનનું પણ બ્રેકઅપ થઈ ગયું છે. ખુદ જ્યોર્જિયાએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુ મુજબ જ્યોર્જિયાએ કહ્યું કે, હા અમારો સંબંધ પૂરો થઈ ગયો છે. પણ અમે સારા મિત્રો છીએ. જ્યોર્જિયાએ એમ પણ કહ્યું કે, તેને અરબાઝ માટે હંમેશા લાગણી રહેશે.
આ ઈન્ટરવ્યુમાં જ્યારે જ્યોર્જિયાને પૂછવામાં આવ્યું કે, શું અરબાઝ ખાન સાથેનો તમારો સંબંધ તેની પૂર્વ પત્ની મલાઈકા અરોરાના કારણે તૂટી ગયો? આ અંગે જ્યોર્જિયાએ કહ્યું, 'ના, અમારા સંબંધો તૂટવા પાછળ મલાઈકાની કોઈ ભૂમિકા નથી. અમે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. અમે ભવિષ્યમાં પણ મિત્રો રહેવા સંમત થયા છીએ. અમે આજે પણ સારા મિત્રો છીએ. પરંતુ આ પહેલા હું અરબાઝ સાથે મિત્રતા કરતા પણ ઘણી આગળ હતી. પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે. મને લાગે છે કે અમે બંને શરૂઆતથી જ જાણતા હતા કે, આ સંબંધ લાંબો સમય નહીં ચાલે. પરંતુ અમે તો પણ તેને એક તક આપી. પરંતુ વસ્તુઓ એટલી સરળ રહી ન હતી.'
અરબાઝ ખાને વર્ષ 1998માં બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. બંનેનું લગ્નજીવન સરસ રીતે ચાલ્યું અને તેમને એક પુત્ર પણ થયો. જો કે, વર્ષ 2016 સુધીમાં તેમના સંબંધોમાં તિરાડના સમાચાર આવવા લાગ્યા. આ પછી તેમના અલગ થવા પર મહોર મારવામાં આવી હતી. વર્ષ 2017માં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી, અરબાઝ ખાને 23 વર્ષ નાની છોકરી જ્યોર્જિયાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા. પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. હવે 55 વર્ષનો અરબાઝ એકલો જીવન જીવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp