મુકેશ ખન્ના Kalki 2898 ADથી થયા દુઃખી, બોલ્યા- આટલા ખર્ચની ફિલ્મમાં પણ..

PC: bhaskar.com

દૂરદર્શનની મહાભારત ટી.વી. સીરિયલમાં ભીષ્મ પિતામહનો રોલ નિભાવનારા એક્ટર મુકેશ ખન્ના, પ્રભાસ અને અમિતાભની ફિલ્મ Kalki 2898 ADથી દુઃખી થઈ ગયા છે. મહાભારતની કહાનીથી પ્રેરિત આ ફિલ્મ જોઈ ચૂકેલા મુકેશ ખન્નાએ પોતાનું રિવ્યૂ શેર કર્યું છે. તે Kalki 2898 ADમાં દેખાડવામાં આવેલા એક ખાસ સીનથી ખૂબ દુઃખી નજરે પડ્યા અને તેમણે સરકાર પાસે એક સ્પેશિયલ કમિટી બનાવવાની માગ કરી, જે માઇથોલોજી સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સની સ્ક્રિપ્ટને સ્ટેજ પર જ પાસ કે રિજેક્ટ કરી દે.

મહાભારત અને શક્તિમાન જેવા આઇકોનિક ટીવી શૉનો હિસ્સો રહી ચૂકેલા મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ પર Kalki 2898 ADનું રિવ્યૂ શેર કર્યું છે. તેમણે ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂના વખાણ કર્યા, પરંતુ કેટલીક વસ્તુથી નારાજ નજરે પડ્યા. મુકશ ખન્નાએ એક વીડિયોમાં ફિલ્મની નિંદા કરી જેનું ટાઇટલ છે આટલા ખર્ચની ભવ્ય ફિલ્મમાં પણ તમને મહાભારત સાથે છેડછાડ કરવાની શું જરૂરિયાત પડી ગઈ!’

તેમણે કહ્યું કે, શરૂઆતમાં તમે જોયું હશે કૃષ્ણ આવે છે અને અશ્વત્થામાની મણિ કાઢી આપે છે. કહે છે તારે હવે જવું પડશે અને ભટકવું પડશે, તારે આગળ જઈને મારો બચાવ કરવો પડશે, હું જ્યારે કહીશ તો તારે મારી રક્ષા કરવી પડશે. કૃષ્ણએ આ ક્યારેય કહ્યું નહોતું. હું મેકર્સને કહેવા માગીશ કે મહાભારતમાં વ્યાસ (મહર્ષિ વેદ વ્યાસ, મહાભારતના રચયિતા)એ કહ્યું છે કે જે કંઇ પણ છે, એ આ સંસારમાં છે. તે અહી નથી, તે ક્યાંય નથી. એ વ્યાસ મુનીથી આગળ વધીને તમે 2-3 વસ્તુ કેવી રીતે નાખી શકો છો, જે આપણી માઇથોલોજીનો હિસ્સો નથી.

મુકેશ ખન્નાએ કહ્યું કે, મહાભારતની કહાની અશ્વત્થામાની મણિ કાઢનાર કૃષ્ણ નહોતા. જે રિયલ સ્ટોરી જાણે છે, મેં તો બાળપણથી વાંચી છે, હું તમને 2 લાઇન બતાવી દઉં. અશ્વત્થામા અને અર્જૂન વચ્ચે ઘોર સંઘર્ષ થયું હતું કેમ કે એ અશ્વત્થામાએ રાત્રે જઈને દ્રૌપદીના 5 પુત્રોને મારી દીધા હતા. તેને લાગ્યું હતું કે 5 પાંડવ બેઠા છે. દ્રૌપદી રડે છે અને તેને ખબર પડે છે કે અશ્વત્થામા આવ્યો હતો. તેને ખબર હતી કે તેની શક્તિઓ મણિમાં છે, તો તે કહે છે કે મને તેની મણિ જોઈએ છે.

મુકેશને વધુ એક વસ્તુ Kalki 2898 ADમાં પસંદ ન આવી. તેમણે સવાલ કર્યો કે, શું કૃષ્ણ બોલશે અશ્વત્થામાને કે હું જ્યારે આવીશ તો તું મને બચાવજે? એટલા શક્તિશાળી ભગવાન કૃષ્ણને અશ્વત્થામા પાસે સુરક્ષાની શું જરૂરિયાત હતી? જો કે, મુકેશ ખન્નાએ Kalki 2898 ADની સ્કેલ અને પ્રોડક્શન વેલ્યૂના વખાણ કર્યા અને કહ્યું કે, આ બિલકુલ હોલિવુડ લેવલની ફિલ્મ છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ એક્ટિંગ પરફોર્મન્સ, ઇફેક્ટ્સ અને સ્કોપ માટે Kalki 2898 ADને 100માંથી 100 માર્ક્સ આપવા માગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp