સાઉથના સ્ટાર એક્ટરને લોકોએ કહ્યો પાન મસાલા એક્ટર

PC: filmybuzz.com

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવુડ ઉપર આપેલા પોતાના નિવેદનને લઈને જોરદાર ટ્રોલ થઇ રહ્યો છે. જેને જોતા એવું લાગે છે કે આ નિવેદનને કારણે લોકોએ હજુ પણ તેને માફ કર્યો નથી. ત્યારે પાન મસાલા બ્રાન્ડને પ્રમોટ કરતા મહેશ બાબુને લોકોએ પાન મસાલા એક્ટર પણ કહી દીધો હતો.

મહેશ બાબુએ બોલિવુડ ઉપર આપેલા નિવેદનને લઈને સ્પષ્ટતા તો કરી દીધી છે, પરંતુ લાગે છે કે યુઝર્સે તેને માફ કર્યો નથી. ત્યારે જ તો મહેશ બાબુ ફરી એક વાર ટ્રોલ થયો છે. મહેશ બાબુએ ગયા વર્ષે એક પાન મસાલા બ્રાન્ડની એક એડ કરી હતી. આ જ જાહેરાતને લઈને યુઝર્સે મહેશ બાબુને ટ્રોલ કરવાની શરુઆત કરી છે. ટાઈગર શ્રોફ સાથે સાઉથના એક્ટર મહેશ બાબુએ પાન મસાલાની એક જાહેરાત કરી હતી. આ પણ મસાલાની જાહેરાતને મહેશ બાબુએ બોલિવુડવાળા નિવેદન સાથે જોડીને લોકોએ તેને પાન મસાલા એક્ટરનો ટેગ આપી દીધો છે.

એક યુઝર્સે લખ્યું છે કે, બોલિવુડ મહેશ બાબુને અફોર્ડ નથી કરી શકતું, પરંતુ પાન મસાલા કરી શકે છે. આ જોઇને મહેશ બાબુના ફેન્સ થોડા દુઃખી થયા છે. તેમણે મહેશ બાબુનો બચાવ કરતા બોલિવુડ એક્ટર પર નિશાન સાધ્યો છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, અમારા હીરો અન્ડરવર્લ્ડના લોકો સાથે પાર્ટી નથી કરતા. મહેશ બાબુ પ્રત્યે જે રીતે લોકોની નારાજગી જોઈ શકાય તે જોઇને તો એવું લાગે છે કે આ મુદ્દો જલ્દી શાંત થવાનો નથી.

મહેશ બાબુએ  કહ્યું હતું કે, મને હિંદી ફિલ્મોની અનેક ઓફર મળી છે પરંતુ મને નથી લાગતું કે તે લોકો મને અફોર્ડ કરી શકે. મને જે સ્ટારડમને ઈજ્જત સાઉથમાં મળે છે તે બહુ મોટી છે. આ નિવેદનને લઈને હોબાળો થયા બાદ મહેશ બાબુએ સ્પષ્ટા પણ કરી હતી. જેમાં કહેવાયું હતું કે, હું ફિલ્મોને પ્રેમ કરું છુ. દરેક ભાષાની ઈજ્જત કરું છુ. જે ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરું છુ ત્યાં કામ કરવામાં હું સરળ છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp