અટલ બિહારી વાજપાયી પર બનેલી ફિલ્મનું ટ્રેલર રીલિઝ, પંકજ ત્રિપાઠીની એક્ટિંગ...
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીના જીવન પર બનેલી ફિલ્મ મૈં અટલ હું નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી મુખ્ય રોલમાં છે. ફિલ્મના ટ્રેલરને જોતા તો પંકજ ત્રિપાઠીએ પોતાનો જીવ રેડી દીધો છે, વાજપાયીની ભૂમિકાને નિભાવવામાં. આ ફિલ્મને 19 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં અટલ બિહારી વાજપાયીને જોડાયેલા તમામ મહત્ત્વના કિસ્સાઓને આવરી લેવાયા છે.
ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે તેનું ટાઇટલ હતું- ‘મેં રહું યા ના રહું, યહ દેશ રહના ચાહિએ- અટલ’. પરંતુ પછી આ ફિલ્મનું નામ મૈં અટલ હું કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ ઉત્કર્ષ નૈથાનીએ લખી છે, જ્યારે તેનું નિર્દેશન રવિ જાધવ કરી રહ્યા છે, જે ત્રણવાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતી ચુક્યા છે. આ ફિલ્મ અટલ બિહારી બાજપેયીના અંગત અને રાજકીય સફરને દર્શાવશે.
અટલજી ભારતીય રાજકારણના એ નાયકોમાં સામેલ છે, જેમણે મોટા સ્તર પર દેશના રાજકારણને પ્રભાવિત કર્યું હતું. તેમની હાજરજવાબી અને બોલવાના અંદાજના મિત્રો જ નહીં, પરંતુ રાજકીય પ્રતિદ્વંદ્વી પણ કાયલ હતા. કવિના રૂપમાં પણ તેમને ઘણી નામના મળી. જનસંઘની સ્થાપનાથી લઈને ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા અને વડાપ્રધાન બનવા સુધી, અટલજીની યાત્રા પ્રેરક રહી છે. ભારતીય રાજકારણની આટલી મોટી હસ્તીનું કેરેક્ટર નિભાવવાની તક મળવા પર પંકજ ત્રિપાઠી પોતાને નસીબદાર માને છે. પંકજે કહ્યું, પડદા પર આવા રાજનેતાનું કેરેક્ટર પ્લે કરવું સન્માનની વાત છે. તેઓ માત્ર રાજનેતા નહીં પરંતુ, તેનાથી ઘણા વધારે હતા. જબરદસ્ત લેખક અને વિખ્યાત કવિ. તેમને પડદા પર રજૂ કરવા મારું સૌભાગ્ય છે.
રવિ જાધવ, મરાઠી સિનેમાના જાણીતા નિર્દેશક છે. તેમણે ‘નટરંગ’ અને ‘બાલગંધર્વ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જાવધે ફિલ્મને લઈને કહ્યું- અટલજી જેવા વ્યક્તિત્વ અને પંકજ જેવા કલાકાર, આ ફિલ્મને નિર્દેશિત કરવી કોઈ સુવર્ણ તક કરતા ઓછું નથી. એક નિર્દેશક તરીકે અટલજી કરતા શ્રેષ્ઠ સ્ટોરીની કલ્પના ના કરી શકાય. તેના કરતા ચડિયાતી વાત એ છે કે પંકજ જેવા કલાકાર મળવા, નિર્માતાઓ માટે પણ સારું રહેશે. અટલ બિહારી બાજપેયીએ 1947માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોઈન કર્યું હતું અને પછી BJPમાં ટોચ સુધી પહોંચ્યા. અટલજી પહેલા એવા વડાપ્રધાન રહ્યા, જે કોંગ્રેસમાંથી નહોતા અને પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સૈમ ખાન અને કમલેશ ભાનુશાલી કરી રહ્યા છે. જીશાન અહમદ અને શિવ શર્મા સહ નિર્માતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp