મનોજ બાજપેયીએ એવી જમીન ખરીદી કે ફસાઈ ગયા, શું આ સંપત્તિ સરકાર જપ્ત કરશે?
બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી તેમની શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. તેણે પોતાના અભિનય કૌશલ્ય દ્વારા જ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે અને સાથે સાથે દર્શકોના દિલમાં પોતાના માટે એક ખાસ સ્થાન પણ બનાવ્યું છે. વર્ષોની પોતાની આ કારકિર્દીમાં, મનોજે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ઘણી ઉત્તમ અને હિટ ફિલ્મોનો તેઓ ભાગ રહ્યા હતા અને તે થકી ઘણા પૈસા કમાયો. આવી સ્થિતિમાં હવે મનોજ તે પૈસાનું કોઈ સારી જગ્યાએ રોકાણ કરવા માંગે છે. આ દરમિયાન, 'ધ ફેમિલી મેન' સ્ટારે ઉત્તરાખંડના અલ્મોડામાં એક જમીન ખરીદી છે. પરંતુ, તેને ખરીદ્યા પછી, તે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેને આ બાબતે કાનૂની નોટિસ મળી છે. તો ચાલો તમને જણાવીએ કે, ખરેખર આખો મામલો શું છે...
હકીકતમાં મનોજ બાજપેયીના આ જમીન ખરીદ્યા પછી આ મામલો ઘણો વિવાદાસ્પદ બની ગયો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બહારના લોકો દ્વારા જમીન ખરીદવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારપછી રાજ્ય સરકાર, CM પુષ્કર સિંહ ધામી દ્વારા આ જમીનોની તપાસ કરાવવામાં આવી. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અલ્મોડા જિલ્લાના હવલબાગ, લમગડા, રાનીખેત, સલ્ટ, સ્યાલદે, અને દ્વારાહાટ બ્લોકમાં જમીન વેચાણમાં ગડબડી કરવામાં આવી છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારની ગડબડીને જોતા જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અલ્મોડામાં જમીન ખરીદ-વેચાણના કેસની તપાસ પછી જિલ્લામાં ગડબડીવાળા આવા 23 કેસ પ્રકાશમાં આવ્યા છે. આમાંથી 11 મામલાઓ પર નોટિસ પણ મોકલી આપવામાં આવી છે. આ સાથે 5 કેસની તપાસ કર્યા પછી તે જમીન જપ્ત કરીને મહેસૂલ વિભાગને સોંપી દેવામાં આવી છે.
એટલું જ નહીં, જમીનના 8 કેસ એવા છે કે જે કોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં હવે આ મામલે મનોજ બાજપેયીનું નામ પણ સામે આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો, મનોજ બાજપેયીએ વર્ષ 2021માં અલ્મોડા જિલ્લાના લમગડા બ્લોકમાં 15 નલી જમીન ખરીદી હતી. આ જમીન તેણે યોગ સેન્ટર ખોલવા માટે ખરીદી હતી. પરંતુ, હજુ સુધી આ પ્રોજેક્ટ શરૂ થઇ શક્યો નથી. આ કારણે અભિનેતાને નોટિસ પણ મોકલી આપવામાં આવી છે.
મીડિયા સૂત્રોથી પ્રાપ્ત અહેવાલ મુજબ, આલોક કુમાર પાંડે (જિલ્લા અધિકારી, અલ્મોડા)એ કહ્યું કે, જમીનની ઊંડાણપૂર્વક સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારપછી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેમાં મનોજ બાજપેયીની 15 નાલી જમીન પણ સામેલ છે. તેમણે કહ્યું કે, અભિનેતાએ 2021માં યોગ કેન્દ્ર બનાવવા માટે આ જમીનો લીધી હતી. તેમણે હજુ સુધી આ જમીન પર પ્રોજેક્ટ શરૂ કર્યો નથી, તેથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp