બર્થ ડે પાર્ટીમાં બેકલેસ ડ્રેસમાં જોવા મળી માનુષી, લૂક પર ફિદા થયા ફેન્સ

PC: dailyhindustannews.com

મિસ વર્લ્ડ 2017 અને હવે એક્ટ્રેસ બની ચૂકેલી માનુષી છિલ્લર આજકાલ પોતાની ડેબ્યૂ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણને લઈને ચર્ચામાં છે. 14 મેના રોજ માનુષીએ પોતાના જન્મ દિવસની ઉજવણી ઘણી ધામધૂમથી કરી હતી. તેની આ પાર્ટીના કેટલાંક ફોટા સામે આવ્યા છે. જેમાં તે પીંક બેકલેસ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી હતી. તેણે પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. સાટીન પીંક થાઈ સ્લિટ શોર્ટ ડ્રેસમાં માનુષી ઘણી જ સેક્સી લાગી રહી હતી. આ બેકલેસ ડ્રેસની સાથે ઓપન હેરસ્ટાઈલ અને નો એક્સેસરી લૂક રાખ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

પોતાના લૂકને તેણે સિલ્વર પાઉચ અને સિલ્વર બટરફ્લાઈ ડિઝાઈન પંપ હીલ્સની સાથે પૂરો કર્યો હતો. પિંક ડ્રેસમાં માનુષી એક પરી જેવી લાગી રહી હતી. માનુશી છિલ્લર ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ પૃથ્વીરાજથી બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં માનુષીએ સંયોગિતાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના તેના લૂકને લોન્ચ કરી દેવામાં આવ્યો છે, જેમાં તે અસલમાં કોઈ મહારાણી હોય તેવી લાગી રહી છે. આ ફિલ્મમાં અક્ષય અને માનુશી સિવાય સોનૂ સૂદ, સંજય દત્ત, આશુતોષ રાણા અને સાક્ષી તન્વર પણ છે.

ફિલ્મમાં મોહમ્મદ ગોરીના રોલમાં માનવ વિજ જોવા મળવાનો છે. પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં તેમના જીવનના બે મહત્ત્વના પાસાઓને બતાવવામાં આવ્યા છે. એક તરફ યુદ્ધના મેદાનમાં મોહમ્મદ ગોરીની સાથે તેમની વીરતા અને બીજી તરફ સંયોગિતા સાથેની પૃથ્વીરાજની અમર પ્રેમ કહાણી. ટ્રેલરમાં ફિલ્મના મહત્ત્વના દરેક પાત્રોની એક ઝલક દેખાડવામાં આવી ચૂકી છે.

ફિલ્મ 3 જૂનના રોજ થિયેટરોમાં રીલિઝ થવાની છે. કોરોનાના કારણે આ ફિલ્મના રીલિઝને પાછળ ઠેલવવામાં આવી હતી. યશરાજના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મ બની છે. માનુશીના આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ માનુષી સમયાંતરે પોતાના ફોટોશૂટના ફોટા અને વીડિયો શેર કરતી રહી છે. જેને થોડા જ સમયમાં હજારોની સંખ્યામાં લાઈક્સ મળી જાય છે. હવે સૌની નજર તેની એક્ટિંગ પર મંડરાયેલી જોવા મળી રહી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp