ઈશાની સંગીત સેરેમનીમાં બોલિવુડ સ્ટાર્સનો જમાવડો, Photosમાં જુઓ કોણ-કોણ આવ્યું

PC: intoday.in

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે ઉદયપુરમાં લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 8 ડિસેમ્બરે સાથે ઉદયપુરમાં જ સંગીત સેરેમની થશે જેમાં હાજરી આપવા માટે બોલિવુડના દિગ્ગજ સિતારાઓ ઉદયપુર પહોંચ્યા છે. 2 ડિસેમ્બરે જ લગ્નના બંધનમાં બંધાયેલા પ્રિયંકા અને નિક ઉપરાંત વરુણ ધવન, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, કારણ જોહર અને બોની કપૂર જેવા દિગ્ગજ સ્ટાર્સ પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પિરામલ 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે. ઈશા અંબાણી અને આનંદ પિરામલ લગ્ન પછી મુંબઈના વર્લીમાં સી-ફેસિંગ એક એપાર્ટમેન્ટમાં પોતાનું નવું ઘર બનાવશે. બંને લગ્ન પછી મુંબઈના Gulita બિલ્ડિંગમાં શિફ્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp