Video: સાઉથના એક્ટરનો આરોપ, ફિલ્મ રીલિઝ માટે આપી સેન્સર બોર્ડને લાંચ

PC: Inventiva.com

તમિલ ફિલ્મ માર્ક એન્થનીની બોક્સ ઓફિસ પર જોરોથી ચર્ચા ચાલી રહી છે. જ્યાં બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી રહી છે તો આ ફિલ્મના અભિનેતા વિશાલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટરે સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે CBFC(સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) મુંબઈના ઓફિસરો પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો જોયા પછી ફેન્સ ગુસ્સો જાહેર કરી રહ્યા છે.

અભિનેતાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા લખ્યું કે, ભ્રષ્ટાચારને મોટી સિલ્વર સ્ક્રીન પર દેખાડવું યોગ્ય છે. પણ અસલ જીવનમાં નહીં. આ વાત પચે એમ નથી. ખાસ કરીને સરકારી ઓફિસોમાં. તેમાં પણ મુંબઈની CBFC ઓફિસમાં. મારી ફિલ્મ માર્ક એન્થનીને હિંદીમાં રીલિઝ કરવા માટે 6.5 લાખ રૂપિયા આપવા પડ્યા. 2 ટ્રાન્ઝક્શન થયા. જેમાં સ્ક્રીનિંગ માટે 3 લાખ અને સર્ટિફિકેટ આપવા માટે 3.5 લાખ રૂપિયા આપવા પડ્યા.

તેઓ આગળ લખે છે, મારા કરિયરમાં મેં અત્યાર સુધીમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી. પણ આજે ફિલ્મ રીલિઝ થઇ રહી છે. માટે તેમને ચૂકવણી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. કારણ કે ઘણું દાંવ પર લાગ્યું હતું. આ મુદ્દાને મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી અને મારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્યાને લાવી રહ્યો છું. આવું કરવું મારા માટે નહીં બલ્કે ભવિષ્યના નિર્માતાઓ માટે છે. મારી મહેનતની કમાણી ભ્રષ્ટાચારને ભેટ ચઢી ગઇ. આ સારી વાત નથી. બધા માટે પ્રૂફ નીચે આપવામાં આવ્યું છે. આશા છે કે હંમેશા હકીકતની જ જીત થશે. આ ટ્વીટની સાથે અભિનેતાએ લાંચ લેનારાઓની ડિટેલ પણ શેર કરી છે.

જણાવીએ કે, તમિલ ફિલ્મ માર્ક એન્થની એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. જે 15 સપ્ટેમ્બરના રોજ સાઉથમાં રીલિઝ થઇ ચૂકી છે. તો હિંદીમાં પણ આ ફિલ્મને રીલિઝ કરવામાં આવી છે. બોક્સ ઓફિસ પર પહેલાથી જ ફિલ્મે બજેટથી બેગણી કમાણી હાંસલ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp