‘મળો દુનિયાના સૌથી સુંદર વ્યક્તિને’, વીડિયો જોઇ તમારા ચહેરા પર પણ સ્માઇલ આવી જશે
‘મળો દુનિયાના સૌથી સુંદર વ્યક્તિને’. જો આ લાઈન તમારી સામે આવશે અને પડદાની પાછળ આ વ્યક્તિનું હોવું તો નિશ્ચિત જ છે, તમે પોતાને રોકી શકશો નહીં. દુનિયાના સૌથી સુંદર વ્યક્તિને કોઈ પણ મળવા ઇચ્છશે. બસ આવું જ કંઈક ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ બંટી એટલે કે જતિન સરનાની સાથે પણ થયું. જતિન સરનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દુનિયાનો સૌથી સુંદર વ્યક્તિ જોવા મળી રહ્યો છે, પણ તેને જોઇને તમારા મોંમાંથી નીકળશે, આ તો બંટી છે.
‘સેક્રેડ ગેમ્સ’ના બંટી એટલે કે જતિન સરનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને તેની સાથે લખ્યું છે કે, ‘વિશ્વાસ કરો, તમે સૌથી સુંદર વ્યક્તિ છે.’ આ વીડિયોના માધ્યમથી તેને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, તમે પોતાને જુઓ અને તમારાથી સુંદર કોઈ નથી. આવી રીતે તેનો આ વીડિયો અનેક વાતો શીખવાડી જાય છે.
થોડા સમય પહેલા જ જતિન સરના પોતાની સ્ટાઈલને લઈને લાઈમલાઈટમાં આવ્યો હતો. જતિન સરનાએ આના પહેલા એક વીડિયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે, જતિન પર સૂર્યવંશી ફિલ્મનો ક્રેઝ ચઢ્યો છે. આટલું જ નહીં, પણ તે અક્ષયના ગીત પર સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની સ્ટાઇલને ફોલો કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ તો તેના આ અંદાજની પ્રશંસા કરતા થાકતા ન હતા.
હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ’83’મા જતિન સરના ક્રિકેટર યશપાલ શર્માની ભૂમિકામાં જોવા મળ્યો હતો, તેના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ‘સેક્રેડ ગેમ્સ સીઝન 1 અને 2’મા જતિન સરનાએ બંટીના રોલમાં ફેન્સનું દિલ જીતી લીધું હતું. આ ઉપરાંત તે ‘દરબાર’, ‘સોન ચિરૈયા’, ‘સાત ઉચ્ચકે’, ‘ડીઅર ફ્રેન્ડ હિટલર’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp