26th January selfie contest

પતિના કારણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી હતી મિયા, કહ્યું- માત્ર 20 વર્ષની હતી...

PC: twitter.com

એક્સ પોર્ન સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હજુ પણ અવારનવાર તેના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થતા રહે છે. મિયા ખલીફા ઘણીવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ પર વાત કરી ચુકી છે અને એવામાં ફરી એકવાર તેણે તેની એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કિસ્સા શેર કર્યા છે. મિયાએ હાલમાં જ વાતચીત દરમિયાન જણાવ્યું કે, આખરે કઈ રીતે તે પોર્ન ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બની અને આખરે શા માટે તેને ISIS તરફથી જાનથી મારવાની ધમકી મળી હતી.

મિયા ખલીફાએ થોડો જ સમય પોર્ન ઇન્ડસ્ટ્રીમાં વીતાવ્યો હતો પરંતુ, એ થોડાં સમયમાં જ તેને ઘણુ ફેમ મળી ગયુ હતું. મિયા પોતાના એ સમયને લાઇફની સૌથી મોટી ભૂલ માને છે. સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, સ્ટીફન બાર્ટલેટની ડાયરી ઓફ એ સીઈઓ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન મિયાએ પોતાની લાઇફ વિશે વાત કરી. મિયા, હવે તેના બર્થ નેમ સારાહ જોએ ચમાઉનથી ઓળખાવાનું વધુ પસંદ કરે છે.

વાતચીતમાં મિયાએ તેના એ સમયના રિલેશનશિપનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મારા 18માં જન્મદિવસના ચાર દિવસ બાદ લાસ વેગાસમાંથી ભાગી જવાની વાત થઈ, મને તે સમયે સારા-ખરાબનો એહસાસ નહોતો, તો હું કોઈ એવા વ્યક્તિ સાથે રિલેશનમાં આવી ગઈ, જે મારી સાથે ખોટું કરવામાં ખુશ હતો, કોઈ એવી વ્યક્તિ જે સરળતાથી જોઈ શકતું હતું કે કોને ભરમાવી શકાય છે. પરંતુ, તે સમયે બધુ સારું લાગી રહ્યું હતું.

મિયાએ આગળ જણાવ્યું કે, તે સમયે જે તેનો પાર્ટનર હતો તે અમેરિકી સેનામાં હતો, જેણે તેના પર પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવા માટે પ્રેશર બનાવ્યું. તેણે જ પોર્નની દુનિયા સાથે મને રૂબરૂ કરાવી અને ધીમે-ધીમે મને તેમા જવા માટે પ્રોત્સાહિત કરતો રહ્યો. મિયાએ જણાવ્યું કે, તે સમયે તે માત્ર 20 વર્ષની હતી જ્યારે તેને પોર્ન સ્કાઉટ પાસેથી કાર્ડ મળ્યો. મિયાએ તે કાર્ડ પોતાના પતિને બતાવ્યો અને તે એ જોઇને ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

મિયા કહે છે, મને તેને રિલેશનશિપ કહેવુ પણ અજીબ લાગે છે કારણ કે, તેમાં રિલેશન જેવુ કંઈ હતુ જ નહીં. તે એવુ હતું, જાણે કોઈને રમવા માટે રમકડું મળી ગયુ છે. જણાવી દઈએ કે, મિયાના હિજાબ પહેરેલા પોર્ન વીડિયોએ ખૂબ જ ચર્ચા જગાવી હતી. આ અંગે તેણે કહ્યું હતું કે, તેના હિજાબ પહેરેલા વીડિયોને કારણે તેને ISIS તરફથી જાનથી મારવાની ધમકી મળી હતી. ધ સ્પોર્ટ્સ જંકીઝને મિયાને કહ્યું હતું, તેમણે મારી માથા વિનાની તસવીર મને મોકલી હતી અને મને ધમકાવી હતી કે મારી સાથે શું થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp