મીરા રાજપુતે સાસુ નીલિમા સાથેનો ફોટો કર્યો શેર, ફેન્સે પૂછ્યું-રસોડે મેં કૌન થા
બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે એક ઈન્ટરનેટ સેન્સેશન પણ છે. ઈન્ડ્સ્ટ્રીથી દૂર રહેવા છત્તાં પણ મીરાની એક મોટી ફેન ફોલોઈંગ છે. મીરાની ઘણી પોસ્ટ વાયરલ થતી જોવા મળે છે. મારી ઘણી વખત પતિ શાહિદ કપૂર અને બાળકો સાથેના વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. હવે મીરાએ શાહિદ કપૂરની માતા એટલે કે તેની સાસુ નીલિમા સાથેનો એક ફોટો શેર કર્યો છે, જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)
મીરા રાજપૂતે શનિવારે નીલિમા અઝીમ સાથે પોતાની ગેટ ટુ ગેધરનો એક સ્પેશિયલ ફોટો શેર કર્યો છે. ફોટામાં મીરા લાઈટ પિંક કલરના સલવાર સૂટમાં જોવા મળે છે, તેણે પોતાના આ લૂકને નાનકડી બીંદી અને ઈંયર રીંગ્સ સાથે પૂરો કર્યો છે. મીરાના મોઢા પર એક મોટી સ્માઈલ જોવા મળે છે. જેના પરથી ખબર પડે છે કે તે પોતાની સાસુની કંપનીને ઘણી એન્જોય કરી રહી છે. બીજી તરફ નીલિમા ગ્રીન કલરના કુર્તામાં જોવા મળી રહી છે. મીરાએ પોતાના આ ખાસ ફોટાને ખાસ કેપ્શન પણ આપ્યું છે. તેણે ફોટાને શેર કરતા નીચે કેપ્શનમાં લખ્યું છે કે- રસોડે મેં કૌન થા. આપ શર્ત લગા શકેતે હે, હમમે સે કોઈ નહીં.
રસોડે મેં કૌન થા, કેપ્શન સાથે મીરાનો આ ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ મીરાના આ ફોટાને ઘણો પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી પોતાનો પ્રેમ જાહેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે નીલિમા અઝીમ મીરા કપૂર સાથે ઘણો સારો બોન્ડ શેર કરે છે. નીલિમા શાહિદ અને ઈશાન ખટ્ટરની માતા છે. પોતાની વહુ સાથેના બોન્ડ અંગેની વાત નીલિમા ઘણી વખત ઈન્ટરવ્યુમાં કરી ચૂકી છે. નીલિમા પંકજ કપૂરની પહેલી પત્ની છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મીરાને પૂરતી સમજ છે કે તેણે સંબંધોને કેવી રીતે નિભાવવાના છે. અમે બંને એકબીજા સાથે ઘણા કમ્ફર્ટેબલ છીએ અને અમારી વચ્ચે સાસુ વહુના સંબંધ કરતા મિત્ર તરીકે સંબંધ વધારે સારો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp