'મિર્ઝાપુર', 'પંચાયત', 'પાતાલ લોક'ની નવી સિઝન માટે તૈયાર થઈ જાવ,જુઓ જબરદસ્ત ટીઝર

PC: twitter.com

'મિર્ઝાપુર', 'પંચાયત', 'પાતાલ લોક'ની નવી સિઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેમની આતુરતાનો અંત આવી ગયો છે. એમેઝોન પ્રાઇમ વીડિયો મોટી જાહેરાત કરી દીધી છે અને તમામ ફેમસ સીરિઝની નવી સીઝનની જાહેરાત કરી દીધી છે.19 માર્ચે મુંબઈમાં #AreYouReady ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, પ્રાઇમ વીડિયોએ 70 ફિલ્મો અને સીરિઝની જાહેરાત કરી. આમાંથી એક હતી 'મિર્ઝાપુર 3'.

મિર્ઝાપુર 3 ની પ્રથમ ઝલક આ ટીઝર વીડિયોમાં જાહેર કરવામાં આવી હતી. આ ટીઝરમાં 'મિર્ઝાપુર 3', 'પંચાયત 3', 'પાતાલ લોક 2' સહિત કુલ 40 મૂળ સીરિઝ અને ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉપરાંત, ભારતની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી 29 ફિલ્મો તેમના થિયેટરમાં રીલિઝ થયા પછી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ જ ઇવેન્ટમાં 'મિર્ઝાપુર 3'નું પહેલું ફૂટેજ પણ રીલિઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં કાલિન ભૈયા અને ગુડ્ડુ ભૈયા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp