બોલિવૂડ ડેબ્યુ પહેલા જ પૈસાનો વરસાદ શરૂ,આ સ્ટાર કિડે નવાબી 'લેગસી'ની કમાન સંભાળી

PC: prabhatkhabar.com

ઈબ્રાહીમ અલી ખાને તેની ફિલ્મ ડેબ્યુ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઓળખ બનાવી લીધી છે. પ્રથમ પોસ્ટ શેર કરતી વખતે, ઇબ્રાહિમે વારસા વિશે વાત કરી છે. ઈબ્રાહિમે તેની ફિલ્મી કરિયર પહેલા જ કમાણી શરૂ કરી દીધી છે. ઈબ્રાહિમ અલી ખાને એક સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ સાથે સહયોગ કર્યો છે.

પટૌડી ખાનદાનના રાજકુમાર સૈફ અલી ખાનનો આખો પરિવાર ફિલ્મોમાં કામ કરે છે. પત્ની કરીના કપૂરથી લઈને બહેન સોહા અલી ખાન અને બનેવી કુણાલ ખેમુ પણ ફિલ્મોમાં સક્રિય છે. હવે સૈફ અલી ખાનનો પુત્ર 'ઈબ્રાહિમ અલી ખાન' પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે તૈયાર થઇ ગયો છે. પરંતુ આ પહેલા ઈબ્રાહિમ અલી ખાને પૈસાની ટંકશાળ પાડવાની શરૂઆત કરી દીધી છે. ઈબ્રાહીમ અલી ખાને બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું છે. ઇબ્રાહિમે તેની પ્રથમ પોસ્ટમાં 1 સ્પોર્ટ્સ બ્રાન્ડ સાથે સહયોગ કર્યો છે.

તેના બદલામાં ઈબ્રાહિમે મોટી રકમ પણ વસૂલ કરી છે. ઈબ્રાહિમે તેની પહેલી પોસ્ટમાં વારસા વિશે પણ વાત કરી છે. સ્પોર્ટ્સ બ્રાન્ડના કપડાંમાં પોતાની પહેલી તસવીર પોસ્ટ કરતા ઈબ્રાહિમે લખ્યું, 'લેગસી, હું મારી પોતાની બનાવીશ. તેનું પહેલું પગલું એક સ્પોર્ટ્સ બ્રાન્ડ સાથે જોડવાનું છે.' ઇબ્રાહિમના પરિવારના સભ્યોએ આ સોશિયલ મીડિયા પોસ્ટ પર તેનું સ્વાગત કર્યું છે.

કરણ જોહરે પણ ઈબ્રાહિમ અલી ખાનની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે અને તેના લુકના વખાણ કર્યા છે. તેમજ કરણ જોહરે ઈબ્રાહિમનું ઈન્સ્ટાગ્રામ પર સ્વાગત કર્યું છે. કરીના કપૂરે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઈબ્રાહીમ અલી ખાનનું સ્વાગત કર્યું છે. ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ પણ કરવા જઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi)

હવે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યા પછી ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મોમાં પણ પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'સરઝમીન'માં જોવા મળશે. ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યુ ફિલ્મ ધર્મા પ્રોડક્શનમાં બની રહી છે. આ ફિલ્મ દ્વારા ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઈબ્રાહિમ અલી ખાનની બહેન સારા અલી ખાન પણ બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ છે. હવે ઈબ્રાહિમ અલી ખાન પણ પોતાના પરિવારના તમામ લોકોની જેમ બોલિવૂડનો હીરો બનવા માંગે છે. ઈબ્રાહીમ અલી ખાનનું ભાગ્ય હવે ફિલ્મ 'સરઝમીન' પર નિર્ભર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp