એક જ મંડપમાં મા અને દીકરીએ કર્યા લગ્ન, માતાએ દિયર સાથે ફેરા ફર્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર શહેરમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. ત્યાં માં અને પુત્રી બંનેએ એક જ મંડપમાં લગ્ન કર્યા છે. આમ તો આટલી ઉંમરે લગ્ન કરે તો લોકો જુદા જુદા પ્રકારની વાતો કરતા હોય છે. પરંતુ આજકાલ આવા ઘણા લગ્નો થઇ રહ્યા છે. સમાજમાં તેની સ્વીકાર્યતા પણ ધીમે ધીમે વધી રહી છે. પરંતુ આ કિસ્સો થોડો જુદો છે કારણ કે માતા અને દીકરીએ તો સાથે લગ્ન કર્યા પરંતુ માતાએ છોકરીના સગા કાકા સાથે લગ્ન કર્યા છે.
જણાવી દઈએ કે પીપરૌલી વિસ્તારમાં કુરમૌલ નિવાસી બેલાના પતિનું અવસાન થયું ગયું હતું. મુખ્ય પ્રધાનની સામૂહિક લગ્ન યોજનામાં, બેલાએ પોતાની અને તેમની પુત્રી ઇન્દુના લગ્નની નોંધણી કરાઈ હતી. બેલાએ તેના દેવર જગદીશ (55) સાથે અને પુત્રી ઇંદુ ના પાલી નિવાસી રાહુલ સાથે લગ્ન કર્યા છે.
માતા અને પુત્રીના મંડપમાં લગ્ન અને વયના અંતિમ તબક્કે લગ્ન વિશે ઘણી ચર્ચા થઈ હતી. આ અનોખા લગ્ન દરમિયાન સાક્ષી તરીકે બીડીઓ સહિત સરકારી અધિકારી હાજર રહ્યા હતા.
પીપરૌલી વિસ્તારના ગ્રામસભા કુરમૌલના રહેવાસી 55 વર્ષિય જગદીશ ત્રણ ભાઈઓમાં સૌથી નાના ભાઈ હતા, અને તે ઘરે જ ખેતી કરે છે. 55 વર્ષના હોવા છતાં પણ તે અપરિણીત જીવન જીવી રહ્યા હતા. અત્યાર સુધી જગદીશે લગ્નજ નોતા કર્યા.
મોટા ભાઈ હરિહરના લગ્ન હાલ 53 વર્ષીય બેલા દેવી સાથે થયા હતા અને તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બેલા દેવીના પતિનું આશરે 25 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને બાળકોને ભણાવ્યા પછી તેણે બે પુત્ર અને બે પુત્રીઓના લગ્ન કરાવી દીધા છે. એટલે હવે તેમણે દીયરવટુ કરી લીધું છે. આવી પ્રથા જૂના જમાનામાં હતી. મોટાપુત્રના મોત પછી ભાભી સાથે દીયરના લગ્ન કરાવવામાં આવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp