વરુણ ધવનની 'ભેડિયા' ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લો તેનો રિવ્યૂ

PC: koimoi.com

ક્રીચર કોમેડી બોલિવુડ માટે એક નવું જોનર છે. પોતાની ફિલ્મો દ્વારા ડિરેક્ટર અમર કૌશિકની હંમેશાંથી કોશિશ રહી છે કે તે પોતાના દર્શકોને એક અલગ મિજાજની ફિલ્મ સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવે. વરુણ ધવનની 'ભેડિયા' પણ આ કોશિશનો હિસ્સો છે. આ ક્રીચર ફિલ્મમાં અમરની કોમેડીનો તડકો કેટલો પરફેક્ટ રીતે લગાવી શક્યા છે તે તમને ફિલ્મમાં જોવા મળશે.

મેટ્રો સિટી દિલ્હીના ભાસ્કરને અરુણાચલ પ્રદેશ સ્થિત ઝીરોમાં રોડ બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. વધારે પ્રોફિટ કમાવવાની લાલચમાં ભાસ્કર જંગલોની વચ્ચેથી રસ્તો બનાવવાનો પ્લાન બનાવે છે. જોકે ભાસ્કરને આ વાતની જાણકારી નથી કે જે તેના માટે માત્ર એક પ્રોજેક્ટ છે, તે તેયાના લોકોની લાઈફ છે. પ્રોજેક્ટના સિલસિલામાં અરુણાચલના ઝીરોમાં પહોંચેલા ભાસ્કરની મુલાકાત પાંડા(દીપક ડોબરિયાલ) સાથે થાય છે, જે સ્થાનિક લોકો અને ભાસ્કરની વચ્ચે કોમ્યુનિકેટર તરીકેનું કામ કરે છે.

આ વચ્ચે પાંડા તેને એક અફવા વિષ્ણુની જાણકારી આપે છે. જેનાથી ભાસ્કરને ખબર પડે છે કે જંગલમાં એક વિષ્ણુ રહે છે, જે એવા લોકોને પોતાનો શિકાર બનાવે છે, જે જંગલને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. કામના સિલસિલામાં જંગલમાંથી પસાર થઈ રહેલા ભાસ્કર ભેડિયાની ચપેટમાં આવી જાય છે અને તે ભેડિયો તેને કરડી લે છે. જોકે તેના પછી ભાસ્કરની લાઈફ બદલાઈ જાય છે કારણ કે તેનામાં ભેડિયાની શક્તિઓ આવી જાય છે.

ઈચ્છાધારી ભેડિયો બની ચૂકેલો ભાસ્કરને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં જનાર્દન (અભિષેક બેનર્જી), જેમિન(પાલિન કબાક) અને વેટ ડૉક્ટર(ક્રિતી સેનન) મદદ કરે છે. ભેડિયાથી શું ભાસ્કર સામાન્ય માનવી બની શકે છે. શું તે પોતાનો પ્રોજેક્ટ બનાવવામાં સફળ રહે છે. વિષ્ણુની શું સ્ટોરી છે, તે સવાલોનો જવાબ તમને થિયેટરમાં જ મળશે.

જંગલ, જાનવરોવાળી ક્રચર ફિલ્મ પોતાની જાતમાં એક ટફ જોનર રહી છે અને આજના સમયમાં લોકોને કોમેડી ફિલ્મથી હસાવવું મુશ્કેલ બની જાય છે. તેવામાં બંનેને મિક્સ કરીને અમર કૌશિક આ વખતે ક્રીચર કોમેડી લઈને આવ્યા છે. જોકે આપહેલા તે ફિલ્મ 'સ્ત્રી'થી હોરર કોમેડીના જોનરમાં પોતાને સાબિત કરી ચૂક્યા છે. તેમની ખાસ વાત એ છે કે તે પોતાની કોમેડીથી લોકોને હસાવી મૂકે છે.

'ભેડિયા' પણ કંઈક એવી જ ફિલ્મ છે. અમુક સીનમાં હસી હસીને મોઢું દુખી જશે તો અમુકમાં ડર પણ લાગશે. તેની સાથે ફિલ્મમાં સોશિયલ મીડિયા મીમ્સનો પણ ઘણી સારી રીતે ઉપયોગ કર્યો છે. પહેલા ભાગનું એડિટીંગ કસીને કરવામાં આવ્યું છે અને ઈન્ટરવલ સુધી તમને બાંધીને રાખે છે. જ્યારે ઈન્ટરવલ પછી ફિલ્મ ધીમી થઈ જાય છે અને ક્લાઈમેક્સ સુધી પહોંચતા એકદમ ફ્લેટ થઈ જાય છે. પરંતુ તેમાં અચાનકથી એક સરપ્રાઈઝ એન્ટ્રીથી એક હસતા નોટ પર સ્ટોરી ખતમ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp