Netflix પર રીલિઝ થયેલી ફિલ્મ ‘રાત અકેલી હૈ’ આ 5 કારણોને લીધે છે ખાસ

PC: reportdoor.com

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની ‘રાત અકેલી હૈ’ Netflix પર રીલિઝ થનારી બહુપ્રતીક્ષિત ફિલ્મ છે. હની ત્રેહાનની આ મર્ડર મિસ્ટ્રી આ વર્ષની ખૂબ જ ખાસ ફિલ્મોમાંથી એક છે, જેની ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ‘રાત અકેલી હૈ’ ફિલ્મ 31 જુલાઈએ Netflix પર રીલિઝ થઈ ગઈ છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની જોડી Netflixની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ બાદ એકવાર ફરી દર્શકોને જોવા મળશે. 'રાત અકેલી હૈ'માં નવાઝુદ્દીન અને રાધિકાની સાથે તિગ્માંશુ ધૂલિયા, શ્વેતા ત્રિપાઠી, સ્વાનંદ કિરકિરે, આદિત્ય શ્રીવાસ્તવ, નિશાંત દાહિયા, ઈલા ઈરૂણ અને શિવાની રઘુવંશી લીડ રોલમાં છે. 'રાત અકેલી હૈ'ની સ્ટોરી અને પિક્ચરાઈઝેશન જોઈને અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને તિગ્માંશુ ધૂલિયા સહિત અન્ય નિર્દેશકોની ફિલ્મ યાદ આવી જાય છે. આ ફિલ્મ દર્શકોને રહસ્ય અને રોમાંચની દુનિયામાં લઈ જશે અને લોકો દંગ રહી જશે. આ ફિલ્મ તમારે શા માટે જોવી જોઈએ તેના 5 કારણો છે.

હાલના વર્ષોમાં કેટલીક એવી ફિલ્મો બની છે, જેની સ્ટોરી તમને શરૂઆતથી અંત સુધી બાંધી રાખી છે અને દરેક પળે તમને વિચારતા કરી મુકે કે હવે આગળ શું થશે. હની ત્રેહાનની ફિલ્મ ‘રાત અકેલી હૈ’ની સ્ટોરી પણ કંઈક આવી જ છે. ફિલ્મના શરૂઆતી સીનમાં એક જાણીતા રાજકારણીનું મર્ડર થઈ જાય છે અને પછી જ્યારે પોલીસ આ મામલાની તપાસ કરવા પહોંચે છે, તો આ રાજકીય પરિવાર વિશે એવી-એવી વાતો જાણવા મળે છે કે તમામ સભ્યો પર હત્યાની શંકા થઈ આવે. હની ત્રેહાને જે રીતે એક ક્રાઈમ ડ્રામા અને મર્ડર મિસ્ટ્રીને ફિલ્મના સ્વરૂપમાં રજૂ કર્યું છે, તે ખરેખર જોવાલાયક છે અને તેના કલાકારોની એક્ટિંગ તેમા ચાર ચાંદ લગાવી દે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે, આ બંને જ કલાકાર અદ્ભુત છે અને Netflixએ જે રીતે તે બંનેને સેક્રેડ ગેમ્સ અને ઘૌલ જેવી વેબ સીરિઝમાં રજૂ કર્યા છે, ત્યારબાદથી દર્શકો તે બંનેને ફરી સાથે જોવા ઈચ્છતા હતા. ‘રાત અકેલી હૈ’માં નવાઝ જટિલ યાદવ નામના પોલીસ અધિકારીનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છે, જે મૂડી છે અને કોઈપણ હાલતમાં કેસ સોલ્વ કરવાનો ઈરાદો ધરાવે છે, જોકે આ એક રાજકીય પરિવાર છે, એવામાં નવાઝ મામલાને સોલ્વ કરવાના ચક્કરમાં એવો ગૂંચવાઈ જાય છે કે બાકીનું બધુ તેના હાથમાંથી નીકળવા માંડે છે અને આગળ શું થાય છે, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ‘રાત અકેલી હૈ’માં રાધિકા આપ્ટે વિધવાનો રોલ પ્લે કરી રહી છે, જેના પતિની હત્યા થઈ જાય છે. રાધિકાનું કોઈ અન્ય સાથે અફેર ચાલતું હોય છે, એવામાં શંકાની સોય તેના પર પણ જાય છે. ‘રાત અકેલી હૈ’ ફિલ્મમાં નવાઝ અને રાધિકાના કેરેક્ટર પર તમારું સૌથી વધુ ધ્યાન જશે.

Netflix પર રીલિઝ થયેલી ફિલ્મ ‘રાત અકેલી હૈ’ની સૌથી ખાસ વાત તેનું કાસ્ટિંગ છે. આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ માટે નવાઝુદ્દીન અને રાધિકાની સાથે તિગ્માંશુ ધૂલિયા, શ્વેતા ત્રિપાઠી, નિશાંત દાહિયા, ઈલા અરૂણ અને શિવાની રઘુવંશી સહિતના તમામ કલાકારોની એક્ટિંગ ખૂબ જ જબરદસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp