અંબાણી પરિવારના ફંક્શનમાં ધોની-સાક્ષી-બ્રાવો દાંડિયા રમ્યા, જુઓ વીડિયો
જામનગરમાં અત્યારે અંબાણી પરિવારના દીકરા અનંતના પ્રી-વેડિંગનો જલસો ચાલી રહ્યો છે, જેમાં દેશ-વિદેશના મોટા સેલિબ્રિટિઝ આવ્યા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાન જેવા સ્ટાર એક્ટરોએ તો એકસાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ મજા કરતો જોવા મળ્યો હતો. તે તેની પત્ની સાથે દાંડિયા રમતો જોવા મળ્યો હતો. તેની સાથે વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર પ્લેયર ડ્વેયન બ્રાવો પણ દાંડિયા રમતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Dhoni, Sakshi, Bravo playing Dandiya at the Pre-Wedding of Anant Ambani. 👌
— Johns. (@CricCrazyJohns) March 3, 2024
- A beautiful video.....!!!pic.twitter.com/dDUY3nppIb
અંબાણીના ફંક્શનમાં આમીર-શાહરૂખ-સલમાને એકસાથે સ્ટેજ પર કર્યો તોફાની ડાન્સ
હાલમાં ગુજરાતના જામનગરમાં દેશ વિદેશના સિતારાઓનો જમાવડો થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહી છે. આ ઈવેન્ટમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના સ્ટાર્સે પણ પોતાની હાજરીથી આકર્ષણ જમાવ્યું હતું. 1લી થી 2જી માર્ચ સુધીની અનંત અને રાધિકાના પ્રી-વેડિંગની સાંજ ખૂબ જ સુંદર હતી.
Video of the day: MS Dhoni, Sakshi and DJ Bravo dancing 😍❤️ @MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/LKQkCSKKIF
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) March 3, 2024
પ્રથમ દિવસે અમેરિકન પોપ સિંગર રિહાન્નાએ પોતાના પરફોર્મન્સથી ભીડને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે, ગઈકાલે એટલે કે શનિવારે શું થયું તે જોઈને તમે પણ આનંદથી ઉછળી જશો. પ્રી-વેડિંગ ફંક્શનનું આ દ્રશ્ય જોઈને ફેન્સનું દિલ હર્ષોલ્લાસથી ગદગદ થઇ ગયું. પહેલીવાર બોલિવૂડના ત્રણેય ખાને એકસાથે સ્ટેજ પર પોતાના ડાન્સથી લોકોનું મનોરંજન કર્યું હતું.
Producers: we cannot get SRK, Salman, Aamir together because too expensive
— Pakchikpak Raja Babu (@HaramiParindey) March 3, 2024
Mukesh Ambani: hold my Dhokla pic.twitter.com/jRW9O3fo2m
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે તમામ સ્ટાર્સ સંપૂર્ણપણે તૈયારી સાથે આવ્યા હતા. આવી સ્થિતિમાં, આ ઇવેન્ટમાં ચાહકોને એક મોટું સરપ્રાઇઝ મળ્યું હતું. પહેલીવાર બોલિવૂડના ત્રણેય ખાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને સ્ટેજ પર એકસાથે પરફોર્મ કર્યું હતું, જે જોવું ચાહકો માટે સપનાથી ઓછું નથી. ત્રણેય ખાન સાઉથની સુપરહિટ ફિલ્મ RRRના હિટ ગીત 'નાટુ નાટુ...' પર એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન ત્રણેય ખાન આ ગીત અને તેના સ્ટેપ્સને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.
આ સાથે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ સ્ટેજ પર એકબીજાના હિટ ગીતોના હૂક સ્ટેપ્સ કરતા જોવા મળ્યા હતા. સૌથી પહેલા સલમાન તેના ટોવેલ સ્ટેપ કરતો જોવા મળ્યો હતો. ત્યાર પછી આમિરે ફિલ્મ 3 ઈડિયટ્સમાં પોતાના ગીતનું સ્ટેપ કર્યું હતું. અંતે શાહરૂખ ખાન પોતાનું હૂક સ્ટેપ કરતો જોવા મળે છે. ત્રણેય સુપરસ્ટારનું આ પ્રદર્શન ઈતિહાસથી ઓછું નથી. આ રીતે ત્રણેય ખાન પહેલીવાર એકસાથે પરફોર્મ કરતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.
આ પરફોર્મન્સ પછી શાહરૂખ, સલમાન અને આમિર ખાને અંબાણી પરિવારને સ્ટેજ પર બોલાવ્યો અને તેમની સાથે ખુબ મસ્તી સાથે ડાન્સ કર્યો. આ સિવાય પંજાબી સિંગર દિલજીત દોસાંઝ પણ મ્યુઝિક નાઈટમાં પોતાના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. ફંક્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સની પણ ખુશીની કોઈ સીમા નથી. દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ત્રણેય સ્ટાર્સ છે, તેમની વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અન્ય એક યુઝરે લખ્યું, એક સ્ટેજ પર ત્રણ ટાઇગર. અહીં તમને જણાવી દઈએ કે, બહુ ઓછા પ્રસંગો એવા હોય છે, જ્યારે આ ત્રણેય સુપરસ્ટાર સાથે જોવા મળ્યા હોય. પરંતુ ત્રણેયના એકસાથે ડાન્સે ચાહકોનું દિલ ખુશ કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp