પોર્ન ફિલ્મોથી રાજ કુન્દ્રા એક દિવસમાં 10 લાખ સુધીની કમાણી કરતો હોવાનો રિપોર્ટ

PC: timesofindia.indiatimes.com

પોર્ન ફિલ્મ્સ બનાવવાના કેસમાં મુંબઈ પોલીસે બુધવારે સાંજે રાજ કુન્દ્રાની મુંબઈ સ્થિત વિઆન ઈન્ડ્સ્ટ્રી લિમિટેડની ઓફિસ અને બીજા કેટલાંક અન્ય ઠેકાણાંઓ પર રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે કુન્દ્રાની ઓફિસના કેટલાંક કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અને સર્વરને સીઝ કરી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંથી જ વી ટ્રાન્સફર દ્વારા પોર્ન વીડિયોઝ અપલોડ કરવામાં આવતા હતા. આ સિવાય પોલીસે ઓફિસમાંથી અમુક કાગળિયાઓ પણ જપ્ત કર્યા છે.

પોલીસે કુન્દ્રાનો એક આઈફોન અને લેપટોપ પણ જપ્ત કર્યું છે. તેને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ ટૂંક સમયમાં આ કેસ અંગે રાજ કુન્દ્રાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે તેમ છે. કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. તે સિવાય તેના બહેનના પતિ પ્રદીપ બક્ષી વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે, બક્ષી આ મામલામાં રાજ કુન્દ્રાનો પાર્ટનર છે. બક્ષી હોટશોટ એપનું નિર્માણ કરનારી કેનરીન કંપનીનો કો-ઓનર છે.

તપાસમાં સામે આવ્યું છે કે કુન્દ્રાએ હોટશોટ એપને મેઈન્ટેન કરવા માટે પ્રતિકેશ અને ઈશ્વર નામના બે કર્મચારીઓને વિઝન ઈન્ડ્સ્ટ્રી લિમિટેડના પેરોલ પર રાખ્યા હતા. કેનરીન કંપનીના હોટશોટ એપને મેનેજ અને મેઈન્ટેન કરવા માટે વિઆન ઈન્ડ્સ્ટ્રી લિમિટેડ એટલે કે રાજની કંપની પાસેથી દર મહિને 3-4 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. પોર્ન ફિલ્મ રેકેટમાં રાજ કુન્દ્રાની ધરપકડ પછી એક નવો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે રાજ કુન્દ્રાને એક દિવસમાં ઘણી વખત 10 લાખથી વધારે રૂપિયાની કમાણી થઈ છે. પોર્ન ફિલ્મ બનાવવા અને ઓનલાઈન એપ દ્વારા પબ્લિશ કરવાના આરોપમાં રાજ કુન્દ્રાની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

હાલમાં તે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. તેની વિરુદ્ધ મુંબઈ પોલીસ પાસે પૂરતા પુરાવા હોવાનો પોલીસે દાવો કર્યો છે. તેના બેંક ખાતાના ટ્રાન્ઝેક્શન પણ સાર્વજનિક થઈ ગયા છે. જેને જોવાથી ખબર પડે છે કે કુન્દ્રાની કંપનીને એક દિવસમાં 50000 રૂપિયાથી લઈના 10 લાખ રૂપિયા સુધીની કમાણી થતી હોવાનું દેખાઈ રહ્યું છે. 2020 ડિસેમ્બરના અંતથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં રાજના અકાઉન્ટમાં રોજના લાખો રૂપિયાની કમાણી જોવામાં આવ્યા બાદ પોલીસે છાપો મારીને આ કેસનો ભાંડો ફોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp