'બબિતા' મુનમૂન દત્તાએ કેમ નથી કર્યા હજુ લગ્ન? અરમાન સાથે હતી હેટ લવ સ્ટોરી

PC: merisaheli.com

ફેમસ ટી.વી. એક્ટ્રેસ મુનમુન દત્તા ફરી એક વખત ચર્ચામાં છે કેમ કે તેના લગ્ન સાથે જોડાયેલા સમાચારો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ અત્યારે પણ અનમેરિડ છે અને ટી.વી.ની સૌથી સુંદર હીરોઈનોમાંથી એક છે. 36 વર્ષની ઉંમરમાં પણ મુનમુન દત્તા ખૂબ જ સુંદર દેખાય છે અને પોતાની ફિટનેસ અને કાયાના કારણે ફેમસ છે. રાજ અનાદકટ સાથે ડેટિંગના સમાચારો વચ્ચે ચાલો જાણીએ તેની લવ લાઇફ બાબતે જ્યારે અરમાન કોહલી સાથે તેના અફેરે ચારેય તરફ તલહકો મચાવી દીધો હતો.

રિપોર્ટ્સ મુજબ, મુનમુન દત્તા તથા કથિત રૂપે એક્ટર અરમાન કોહલી સાથે એક સીરિયસ રિલેશનશિપમાં હતી. મુનમુન દત્તા અને અરમાન એક બીજાના પ્રેમમાં પાગલ હતા. બંને ખૂબ સીરિયસ હતા અને કથિત રૂપે તેણે સ્યૂસાઇડ કરવા બાબતે પણ વિચાર્યું હતું. જો કે, થોડા સમય સુધી એક-બીજાને ડેટ કર્યા બદ મુનમુન દત્તા અને અરમાન અલગ થઈ ગયા. અરમાન સાથે પોતાના સંબંધ દરમિયાન આ સુંદર એક્ટ્રેસને માનસિક અને શારીરિક રૂપે ખૂબ અત્યાચારિત કરવામાં આવી.

મીડિયા રિપોર્ટ મુજબ, એવી પણ જાણકારી મળી છે કે મુનમુન દત્તાનો, તેના કથિત બોયફ્રેન્ડ અરમાને શારીરિક શોષણ કર્યું હતું. જો કે, અત્યાર સુધી તેનો સપોર્ટ કરવા માટે કોઈ પૂરતા પુરાવા નથી. એ સિવાય ન તો મુનમુન દત્તા અને ન તો અરમાને ક્યારેય એક-બીજા સાથે પ્રેમની વાતો માની છે. મુનમુન દત્તાને અરમાન સાથે જે અનુભવ થયો, તેનાથી તેનો પ્રેમ અને સંબંધો પર વિશ્વાસ ઊઠી ગયો. આ જ કારણ છે કે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. એક્ટ્રેસ પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં એ માની પણ ચૂકી છે કે આગામી વર્ષોમાં પણ તેનો લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન મુનમુન દત્તાએ પોતાના મેરીડ મિત્રો બાબતે વાત કરી હતી કે કેવી રીતે તેઓ તેની તરફ એક્ટ્રેક્ટ છે. તેના પર વિચાર કરતા એક્ટ્રેસે જણાવ્યું કે, તેના પુરુષ મિત્રોએ ખુલ્લી રીતે તેના વખાણ કર્યા અને કહ્યું કે, તેને તે સારા લાગ્યા. એક્ટ્રેસે એમ પણ હ્યું કે, તેને પોતાના પુરુષ મિત્રો પાસેથી પ્રશંસા મળે તે ખૂબ પસંદ છે. એ જ ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ એમ પણ કહ્યું કે, લગ્ન અગાઉ તેણે એક્ટિંગ કરિયરમાં ઘણું બધુ કરવાનું છે.

જ્યાં મુનમુન દત્તાના કથિત બોયફ્રેન્ડ અરમાન કોહલી સાથે સંબંધોના સમાચાર આવ્યા તો રાજ અનાદકટ સાથે ડેટિંગના અફવાઓ મોટા ભાગે લાઇમલાઇટ રહે છે. જો કે, બંને પ્રસિદ્ધ હસ્તીઓએ એક-બીજાને ડેટ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે, પરંતુ તેમના ફેન્સ એ વાત પર ભાર આપવાનો એક પણ અવસર છોડી રહ્યા નથી. જો કે, મુનમુન દત્તા અને રાજ ખૂબ સારા મિત્રો છે અને મીડિયામાં સતત ડેટિંગના રિપોર્ટસથી વધારે પરેશાન થતા નથી. આપણે તેમને વારંવાર પોત પોતાના ઇન્ટરવ્યૂમાં એક-બીજાના કામના પણ વખાણ કરતા જોયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp